અગ્નિકાંડ: બંને સીટમાં વિરોધાભાસ, કોણ સાચું?

  • June 22, 2024 03:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ ટીઆરપી ગેમઝોન અિકાંડની આગના લબકારા હવે સરકાર દ્રારા રચાયેલી સીટ અને રાજકોટ શહેર પોલીસ કમિશનર રચીત તપાસની સીટ બન્ને વચ્ચે વિરોધાભાષરૂપી દેખાઈ રહ્યા છે. ગઈકાલે સરકાર સમક્ષ ગાંધીનગરની સીટે રજુ કરેલા રીપોર્ટમાં મહાપાલિકાની ટીપી શાખા, ફાયર બ્રિગેડ ઉપરાંત આરએન્ડબી અને પોલીસ વિભાગને પણ દોષિત દાખવાયા છે. જયારે રાજકોટ સીપીની સીટમાં હજુ આવો કોઈ રોલ ન નીકળ્યો હોય તે મુજબ આરએન્ડબી અને પોલીસ વિભાગના કોઈ સરકારી બાબુઓની સામે ધરપકડ કે આવા કાયદાકીય પગલા લેવાયા નથી. એક તાણે ગામ ભણી અને બીજુ તાણે સીમ ભણી જેવા બન્ને સીટના આમને–સામને જેવા તારણથી સરવાળે કેસને નુકસાન થાય તેવું તજજ્ઞોનું અનુમાન છે.


ગત તા.૨૫ના રોજ ગેરકાયદે ગેમઝોન ભડકે બળ્યો અને ૨૭ નિર્દેાષ માનવ જીંદગી ભડથું થઈ ગઈ હતી. આ આગની જવાળા ગાંધીનગર સુધી પહોંચી હતી અને કોઈ મોટી માનવસર્જીત દુર્ઘટનામાં સરકાર દ્રારા તપાસમાં કોઈ ચમરબંધીને છોડાશે નહીં, તટસ્થ તપાસ થશે તેવા લ્હેકા સાથે આગની દુર્ઘટનામાં પણ તાત્કાલીક અસરથી સરકાર દ્રારા સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ (સીટ)ની ફટાફટ રચના કરી દેવાઈ હતી અને દર વખતની માફક આ સીટના વડા તરીકે પણ જુના અને જાણીતા આઈપીએસ ઓફિસર સુભાષ ત્રિવેદીને જ જવાબદારી સોંપી દેવાઈ હતી. તેમની મદદમાં અન્ય વિભાગના ચાર અધિકારી મુકાયા હતા. જેમાં એક ઉચ્ચ અધિકારી તો અગાઉ રાજકોટ મહાપાલિકાના કમિશનરપદે રહી ચુકેલા બંછાનીધીપાની જયારે અમદાવાદ ફાયર વિભાગના વડા જેમની સામે પણ ખાતાકીય તપાસ ચાલી રહી છે તેને પણ આ કમીટીમાં સામેલ કરાયા હતા. પાંચ સદસ્યોની કમીટીએ ૪૮ કલાકની તપાસમાં આપેલા પ્રાથમીક રીપોર્ટના આધારે સરકારે કેટલાક પગલા લીધા હતા.
જેમાં ઘટનાના બે દિવસ બાદ તા.૨૭ના રોજ મહાપાલિકાના ત્રણ, આરએન્ડબી વિભાગના બે ઈજનેર અને રાજકોટ શહેર પોલીસના બે પીઆઈને સસ્પેન્ડ કરી દેવાયા હતા. આ પગલામાં સમગ્ર કાંડમાં અત્યારે મુખ્ય સુત્રધાર તરીકે ઉભરી આવેલા કે ટાર્ગેટ થયેલા પુર્વ ટીપીઓ મનસુખ સાગઠીયાનું નામ પણ ન હતું. બીજી તરફ રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્રારા પણ અિકાંડની ઘટનામાં સરકાર પક્ષે પીએસઆઈને ફરિયાદી બનાવી શાઅપરાધ મનુષ્ય વધ સહિતની કલમ હેઠળ નોંધાયેલા ગુનાની તપાસમાં કયાંય કાચુ ન કપાય તે માટે રાજકોટ સીટી પોલીસની આ ઘટનાની તપાસમાં સીટની રચના કરી હતી. જેમાં એડી. પોલીસ કમિશનર, ડીસીપી ક્રાઈમ, ડીસીપી ઝોન–૨, એસીપી ક્રાઈમ સહિતના અધિકારીઓનો સમાવેશ કરાયો હતો.


રાજકોટ સીપી રચીત સીટની તપાસમાં અત્યાર સુધીમાં ગેમઝોનના સંચાલકો ઉપરાંત રાજકોટ મહાપાલિકાનો રોલ મુખ્ય નીકળ્યો હતો. જેમાં પુર્વ ટીપીઓ સાગઠીયા ઉપરાંત ત્રણ એટીપી ઈજનેર સહિતના માત્ર મહાપાલિકાના નાના અધિકારીઓની જ ધરપકડ થઈ છે. હજી રાજકોટ પોલીસની તપાસમાં આરએન્ડબી કે રાજકોટ શહેર પોલીસનો કોઈ રોલ સામે આવ્યો નથી. જેઓને ગાંધીનગરના હત્પકમથી સસ્પેન્ડ કરાયા છે તેવા નાના માછલીરૂપ અધિકારીઓના નિવેદનો આ સીટે લીધા છે. બીજી તરફ ગઈકાલે સરકાર રચીત સીટનો ૧૦૦ પાનાનો રીપોર્ટ આઈપીએસ ઓફિસર સુભાષ ત્રિવેદીએ ગૃહ વિભાગને રજુ કર્યેા હતો. આ રીપોર્ટમાં સ્પષ્ટ્રપણે એવું દર્શાવાયું છે કે, અિકાંડમાં ટીપી શાખા, ફાયર બ્રિગેડ ઉપરાંત આરએન્ડબી (માર્ગ અને મકાન વિભાગ) તેમજ રાજકોટ શહેર પોલીસ પણ જવાબદાર છે.


રાજકોટ સીપીની સીટ દ્રારા અત્યારે ટીપી શાખા પર નાળચું મંડાયેલું છે. ફાયર સ્ટાફમાંથી માત્ર કાલાવડ રોડના ફાયર સ્ટેશન ઓફિસર રોહીત વિગોરાની ધરપકડ થઈ છે. અન્ય એક પણ વિભાગના કોઈ કર્મચારી કે અધિકારી હજુ રાજકોટ પોલીસની તપાસનીશ એસઆઈટીને દોષિત દેખાયા નથી. જાણકારો–પ્રબુધ્ધોમાં સવાલો એ ઉભા થાય કે, કઈ સીટ સાચી ? જો સરકાર રચીત સીટનો રીપોર્ટ સાચો ગણવામાં આવે તો હજુ સુધી કયા કારણોસર અન્ય વિભાગના કોઈ કર્મચારીઓની સામે રાજકોટ સીપીની સીટે પગલા લીધા નથી ? અને જો રાજકોટ પોલીસની સીટનું ઈન્વેસ્ટીગેશન સાચુ હોય તો શું સરકાર રચીત સીટે ખોટી રીતે આરએન્ડબી અને પોલીસને ટાર્ગેટ કર્યા હશે ? આવું તજજ્ઞોમાં ચર્ચાઈ રહ્યું છે


તો શું રાજકોટ મહાપાલિકાના ફાયર બ્રિગેડ ચીફ જવાબદાર ન ગણાય ?
સરકારે અિકાંડના બનાવના દિવસે જ સુભાષ ત્રિવેદીના વડપણ હેઠળ રચાયેલી સીટે ગઈકાલે ઘટનાના ૨૫ દિવસ બાદ ૧૦૦ પાનાનો રીપોર્ટ રજુ કરી દીધો છે. તેમાં ફાયર બ્રિગેડ વિભાગને પણ દોષિત દેખાડાયો છે. રાજકોટ પોલીસની સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ (સીટ) દ્રારા ફાયર બ્રિગેડના માછલીરૂપ નાના અધિકારી કાલાવડ રોડ ફાયર સ્ટેશનના ઓફિસરની ધરપકડ કરી છે. હજુ સુધી મહાપાલિકાના ફાયર ચીફ ઓફિસરનો રાજકોટ પોલીસની સીટને કદાચ કોઈ રોલ દેખાયો નહીં હોય ? ગેમઝોનમાં ગત વર્ષે અગાઉ આગ લાગી હતી ત્યારે કાલાવડ રોડ ફાયર સ્ટેશન દ્રારા ત્યાં જઈને આગ બુઝાવવામાં આવી હતી. આગનો કોલ અને કામગીરીનો રીપોર્ટ તો વડી કચેરી મહાપાલિકાની મુખ્ય ફાયર સ્ટેશન ઓફિસ અને ફાયર ચીફ ઓફિસર પાસે પહોંચતો જ હોય. તો એ સમયે ફાયર ચીફે આ રીપોર્ટ વાંચ્યો ન હતો કે, બેધ્યાનપણું દાખવ્યું હતું ? જો કાલાવડ રોડના ફાયર સ્ટેશન ઓફિસરે બેદરકારી દાખવી હતી તો તેના પર ફાયર ચીફ દ્રારા એ સમયે કેમ પગલા લેવાયા ન હતા ? જયારે હાઈકોર્ટ પણ મહાપાલિકાના કમિશનરને જવાબદારરૂપ ગણાવતી હોય તો આગની ઘટનામાં રાજકોટ પોલીસની સીટ ફાયર ચીફ ઓફિસરનો બેદરકારીનો રોલ કેમ દેખાતો નહીં હોય ? કે પછી ખરેખર ફાયર ચીફ નિર્દેાષ જેવા હશે અને પોલીસ તેમને અડકતી નહીં હોય



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application