જામજોધપુર જિલ્લાના સીદસર પાસેના ઉમિયા સાગર ડેમના ઉપરવાસમાં સતત પાણીની આવક, ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા

  • July 18, 2024 09:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામજોધપુર જિલ્લાના સીદસર પાસેના ઉમિયા સાગર ડેમના ઉપરવાસમાં સતત પાણીની આવક ચાલુ છે. ડેમના બે દરવાજા 0.30 મીટર ખોલવામાં આવ્યા છે. જેને લઈને હેઠવાસના વિસ્તારને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.


જામજોધપુર જિલ્લાના સીદસર પાસેના ઉમિયા સાગર ડેમના ઉપરવાસમાં સતત પાણીની આવક ચાલુ હોવાથી પાણીનું રુલ લેવલ જાળવવા ડેમના બે દરવાજા 0.30 મીટર ખોલવામાં આવ્યા છે. આથી ડેમના હેઠવાસ વિસ્તારમાં આવેલા ઉપલેટા તાલુકાના હરિયાસણ, ખારચીયા, ચરેલીયા, રાજપરા અને રબારીકા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા, માલ મિલકત તથા ઢોર-ઢાંખરને ન લઈ જવા તથા સાવચેત રહેવા જામનગર સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેરની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application