વીજ તંત્રની ટુકડીએ દોડી જઈ ચાલુ વરસાદમાં વીજ ટ્રાન્સફોર્મર અને વીજવાયરો બદલવાની કામગીરી પાર પાડી
જામનગરમાં લીમડાલેન વિસ્તારમાં કોંગ્રેસ ભુવનપાસે આવેલા ટ્રાન્સફોર્મર અને વીજ કેબલમાં આજે એકાએક સ્પાર્ક થયા પછી ભારે તણખા જર્યા હતા, અને ટ્રાન્સફોર્મર તેમજ કેબલ બળી જતાં આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાયો હતો. વીજતંત્રની ટુકડીએ વરસતા વરસાદે વીજ ટ્રાન્સફોર્મર તેમજ કેબલ વગેરે બદલીને યુદ્ધના ધોરણે કામગીરી પાર પાડી હતી, અને વીજ પુરવઠો રાબેતા મુજબ બનાવ્યો છે.
જામનગર ના લીમડા લાઈન વિસ્તાર માં કોંગ્રેસ ભવન ની બાજુમાં આવેલ ૨૦૦ કેવી ટ્રાન્સફોર્મરસાથે જોડાયેલો ૧૫૦ એમ.એમ.નો કેબલ વરસાદમાં ઇનસ્યુલેશન ડેમેજ થતાં બળી ગયો હતો, અને સ્પાર્ક સાથે ધડાકા થયા હતા. જ્યાં તાત્કાલિક અસરથી પીજીવીસીએલના સેન્ટ્રલ ઝોન વિભાગની ટીમ દ્વારા કેબલ બદલાવવાની કામગીરી કરવામાં આવી હતી.
ઉપરાંત ટ્રાન્સફોર્મર બદલાવવાની કામગીરી કરવાની જરૂરિયાત ઊભી થઇ હોવાથી સલામતીના સાધનો અને સલામત કાર્યપદ્ધતિ સાથે ટેકનીકલ ટીમ તથા જુનિયર ઇજનેર ની હાજરીમાં સ્થળ પર આ ટ્રાન્સફોર્મર યુદ્ધના ધોરણે ટ્રાફિક વાળા વિસ્તારમાં ચાલુ વરસાદ દરમ્યાન કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી અને વીજ પુરવઠો તૂરતજ રાબેતા મુજબ બનાવી દેવાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech