દરેક વ્યક્તિને નાસ્તો કરવાનું પસંદ હોય છે અને કેટલાકને ઓફિસમાં કામ કરતી વખતે મસાલેદાર વસ્તુઓ અથવા બિસ્કિટ અને નમકીન ખાવાનું પણ વધુ પસંદ હોય છે નાસ્તામાં આરોગ્યપ્રદ વસ્તુઓથી તમારા શરીરને ઊર્જા મળે અને તે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય.
આ માટે તમે મમરાનું સેવન કરી શકો છો. મમરામાં ઓછી કેલરી અને વધુ ફાઈબર હોય છે, જે ફાઈબરથી ભરપૂર વસ્તુઓનું સેવન કરવાથી પેટ ભરાઈ જાય છે અને ઝડપથી ભૂખ લાગતી નથી. જે વજન ઘટાડવામાં ઉપયોગી થય શકે છે.
હળવા અને ક્રિસ્પી મમરા પાચનને સુધારવામાં મદદ કરી શકે છે. ખાસ કરીને જ્યારે તેને તૈયાર કરવા માટે યોગ્ય તેલ અને મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તેને આહારમાં વિવિધ વસ્તુઓ બનાવીને સામેલ કરી શકો છો.
તમે મમરાને નાસ્તા તરીકે પણ ખાઈ શકો છો. જે લોકોને મસાલેદાર ખોરાક પસંદ નથી તેઓ આ રીતે મમરાનું સેવન કરી શકો છો.
પોહા
તમે ગરમ તેલમાં ડુંગળી, લીલાં મરચાં, સરસવના દાણા અને તમારા મનપસંદ મસાલા ઉમેરીને સ્વાદિષ્ટ પોહા બનાવી શકો છો. ખાસ કરીને જે લોકો મસાલેદાર વસ્તુઓ ખાવાનું પસંદ કરે છે પરંતુ તે ધ્યાનમાં રાખો કે મસાલા અને તેલનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ થાય.
મમરા ચાટ
જો તમને મસાલેદાર ખોરાક પસંદ છે, તો તમે મમરાનું ચાટ બનાવી શકો છો અને આ માટે તમારે બાફેલા બટેટા, ડુંગળી, ટામેટા, લીલી ચટણી, આમલીની ચટણી અને ચાટ મસાલાને આ રીતે ભેળવીને ચાટ બનાવી તેને ખાય શકો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech