હિતેશભાઈ મોહનલાલ મેઘાણી કે જેઓ જામનગર મુકામે રહે છે. અને બ્રાસપાર્ટનો વ્યવસાય કરે છે. તેઓએ પોતાની હરિયાણા ખાતેની પાર્ટીને બ્રાસપાર્ટનો માલ મોકલવા માટે જામનગર ખાતે આવેલ શ્રીનાથ સોલીટર પ્રા.લી. તથા તેના ઓથોરાઈઝ ગણપતભાઈ શંકરભાઈનો કે જેઓં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે તેમનો સંપર્ક કરેલ અને બ્રાસપાર્ટના માલના ૮ પાર્સલ બુક કરાવેલ અને ટ્રાન્સપોર્ટ ચાર્જ ચૂકવેલ. પરંતુ શ્રીનાથ સોલાર તથા ગણપતભાઈ દ્વારા હિતેશભાઈની હરિયાણાની પાર્ટીને 8 બાગ પાર્સલની જગ્યાએ ૭ પાર્સલની ડીલીવરી આપેલ ૧ પાર્સલ ઓછુ આપેલ.
જેથી હિતેશભાઈની પાર્ટી દ્વારા ઉપરોકત બાબતે હિતેશભાઈને જાણ કરવામાં આવેલ. જેથી હિતેશભાઈ દ્વારા તુરંત શ્રીનાથ સોલીટર પ્રા.લી. તથા તેના ઓથોરાઈઝનો સંપર્ક કરવામાં આવેલ અને ૧ પાર્સલ પરત આપવા વિકલ્પે પાર્સલની કીમત રૂ. ૪૧૨૪૮ ચુકવવ જણાવેલ. પરંતુ શ્રીનાથ સોલીટર પ્રા.લી. તથા તેના ઓથોરાઈઝએ કોઈ જવાબ આપેલ નહી. જેથી નારાજ થઈ હિતેશભાઈ દ્વારા શ્રીનાથ સોલીટર પ્રા.લી. તથા તેના ઓથોરાઈઝને કાનૂની નોટીસ મોકલવામાં આવેલ પરંતુ શ્રીનાથ સોલીટર પ્રા.લી. તથા તેના ઓથોરાઈઝ દ્વારા નોટીસનો કોઈ જવાબ આપેલ નહી કે રકમ ચૂકવેલ નહી કે પાર્સલ પરત કરેલ નહી.
જેનાથી નારાજ થઇ હિતેશભાઈ દ્વારા તેમનાં વકીલ મારફત ગ્રાહક સુરક્ષા કમીશન જામનગરમાં શ્રીનાથ સોલીટર પ્રા.લી. તથા તેના ઓથોરાઈઝ સામે ફરિયાદ દાખલ કરવામાં આવેલ. જે ફરિયાદ ચાલી જતાં હિતેશભાઈના વકીલ દ્વારા વિસ્તૃત દલીલો કરવામાં આવેલ અને નેશનલ કમીશન, સ્ટેટ કમીશનના ચુકાદા રજુ કરવામાં આવેલ. જે ચુકાદા તથા દલીલો ધ્યાને લઇ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશનનાં પ્રમુખ પી.સી.રાવલ તથા સભ્ય એચ.એસ.દવે દ્વારા ફરિયાદીની ફરિયાદ મંજુર કરવામાં આવેલ અને પાર્સલની રકમ રૂ. ૪૧૨૪૮ ની રકમ ૬ % વ્યાજ સાથે તથા માનસિક દુઃખ ત્રાસના તથા ફરિયાદ ખર્ચની રકમ રૂ. ૫,૦૦૦ વળતર પેટે સામાવાળા શ્રીનાથ સોલીટર પ્રા.લી. તથા તેના ઓથોરાઈઝ ગણપતભાઈ શંકરભાઈએ ફરિયાદી હિતેશભાઈ મોહનલાલ મેઘાણીને ચુકવી આપવા હુકમ કરવામાં આવેલ છે. ફરિયાદી હિતેશભાઈ મોહનલાલ મેઘાણી તરફે વકીલ મયુર ડી. કટારમલ રોકાયેલા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળીયાની હાઈવે પર આવેલ મઢુલી હોટલ પર લૂખા તત્વોનો અંદરો અંદર ડખો
March 31, 2025 06:35 PMરીક્ષા ચાલક યુવાનની હત્યા કેસના આરોપીને પકડવામાં પોલીસ સફળ..
March 31, 2025 06:05 PMધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામ ની સીમમાં ખનીજ ચોરી નું મસ્ત મોટું કૌભાંડ..
March 31, 2025 05:37 PMજામનગરમાં ચેઈન સ્નેચિંગના આરોપીઓ ઝડપાયા
March 31, 2025 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech