જડેશ્ર્વર પાર્કના કોમન પ્લોટમાં કોર્પોરેશન દ્વારા થનાર આંગણવાડીનું બાંધકામ સ્થગિત

  • July 16, 2024 12:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરનાં રણજીતસાગર રોડ સ્થિત જડેશ્ર્વર પાર્ક તરીકે ઓળખાતી સોસાયટીના કોમન પ્લોટમાં જામનગર મહાનગર પાલિકાની સીવીલ શાખા દ્વારા આંગણવાડીના બાંધકામની પ્રક્રિયા હાથ ધરવામાં આવતા, સોસાયટીના 300 ઉપરાંતના પ્લોટ ધારકોમાંથી માત્ર બે જ પ્લોટધારકો જાગૃતિ નાગરિકોએ આંગણવાડીના ગેકાયદેસરના બાંધકામ સામે નગરના ધારાશાસ્ત્રી મહેશ એ. તખ્તાણીના નિષ્ણાંત કાનૂની માર્ગદર્શન હેઠળ મ્યુ.કમિશનર ટાઉન પ્લાનીંગ ઓફીસર, એસ્ટેટ ઓીફસર તથા સિવીલ શાખા સહિતની કચેરીઓમાં લેખિત વાંધાઓ રજુ કરતાં ગણતરીની કલાકોમાં જ આંગણવાડીના બાંધકામને સ્થગિત કરી દેવામાં આવતા સમગ્ર સોસાયટીમાં કુતુહલ સાથે તરેહ તરેહની ચચર્એિ સ્થાન લીધું હતું અને તંત્ર સામે કંઇ કોઇની કરી ફાવે નહીં તેવી માન્યતા ધરાવનારાઓના મોઢા સિવાઇ જવા પામ્યા હતા.


આ કેસમાં દરેક વિષયોમાં કાનૂની પક્કડ ધરાવતાં એવા તખ્તાણી એ સમગ્ર મામલાને અદાલતની એરણે નહીં ચડાવવાની શાણી સલાહ આપીને બન્ને જાગૃત નાગરિકોને તંત્ર દ્વારા હાથ ધરવામાં આવનાર આંગણવાડી સામે કાનૂની શસ્ત્ર સ્વરુપ લેખિત વાંધા તૈયાર કરાયા હતાં જેમાં સમગ્ર જડેશ્ર્વર પાર્ક ના બીનખેતી હુકમની શરતોને ટાંકી કોમન પ્લોટમાં બાંધકામ થઇ શકતું ન હોય તેવી રજુઆત કરાઇ હતી.


વકીલએ તંત્ર સમક્ષની રજુઆતમાં ધ ગુજરાત ટાઉનપ્લાનીંગ અર્બન ડેવલપમેન્ટ એકટ 1976 તથા તે હેઠળના નિયમો તેમજ જી.પી.એમ.સી. એકટની કલમોને ટાંકીને તંત્ર સમક્ષ અનધિકૃત બાંધકામને તૂર્ત ત્વરિત જ અટકાવવા અંગે સ્પષ્ટ માંગણી કરાવી હતી.


વિશેષમાં વકીલ તખ્તાણીએ જામનગરની તારમામદ સોસાયટીમાં જે તે વખતે ખડકાઇ ગયેલ 26 દુકાનોના ડીમોલીશન અંગે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલ પીઆઇએલમાં તમામ દુકાનોને તોડી પાડવા અંગેના થયેલ આદેશના ચુકાદામાં ગુજરાત હાઇકોર્ટે કરેલ મહત્વના નિર્દેશોને ટાંકયા હતા જેમાં સોસાયટીના સભ્યોની સંમતિ હોય તો પણ કોમન પ્લોટ જે હેતુ માટે રીઝર્વ્ડ રાખ્યો હોય તે હેતુ સિવાય તેનો ઉપયોગ થઇ શકે જ નહીં તેવા તારણને આગળ ધરી બન્ને જાગૃત નાગરિકોએ તેની ગંભીરતાથી નોંધ લેવા તંત્રને તાકીદ કરી હતી.


વકીલ તખ્તાણીએ જીડીસીઆરમાં કોમન પ્લોટની કરાયેલ વ્યાખ્યાની નોંધ ગુજરાત હાઇકોર્ટે પોતાની સમક્ષની પીઆઇએલમાં લીધી હોય અને એવા તારણ પર આવેલ હોય કે કોઇપણ સંજોગોમાં કોમન પ્લોટમાં બાંધકામ થઇ શકે નહીં. તંત્રનું ઘ્યાને એ મુદે પણ દોરાયેલું કે, ગુજરાતની વડી અદાલતે પીઆઇએલમાં 26 દુકાનોને તોડવાનો સ્પષ્ટ આદેશ કરી,જો ડીમોલીશન નહીં કરવામાં આવે તો જવાબ અધિકારીતને ફરજ ભ્રષ્ટ તરીકે ઘ્યાને લઇ ક્ધટેમ્પ્ટ ઓફ ધી કોર્ટની કાર્યવાહી કરવામાં આવશે.


તમામ વિગતે ધારદાર રજુઆતનાં પગલે ગણતરીની કલાકોમાં જ તંત્રની ગેરકાયદેસરની પ્રવૃતિને વેગ મળતા અટકયો હતો અને જાગૃત નાગરિકો દ્વારા જો નિષ્ણાંત કાનૂની માર્ગદર્શન મળેતો અન્યાય થયો અટકાવી શકાય તેવો સમગ્ર સમાજને પોઝીટીવ મેસેજ સ્વરુપનો હાલનો કિસ્સો ઉજાગર થવા પામ્યો છે.


આ કેમસાં જડેશ્ર્વર પાર્કના જાગૃત નાગરિકોને કાનૂની માર્ગદર્શન જામનગરના જાણીતા વકીલ મહેશ એ. તખ્તાણી, જીતેશ મહેતા, સંજના એમ. તખ્તાણી તથા આસીસ્ટન્ટસ મુર્તુઝા મોદી, મનીષા ભાગવત, રીના રાઠોડ, પુજા રાઠોડ તથા કિજલ સોજીત્રાએ પુરું પાડેલ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News