સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે મનપા દ્રારા ચેકડેમનું નિર્માણ

  • May 15, 2024 03:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકા દ્રારા મવડી વિસ્તારના સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક જળસંચય માટે ચેકડેમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, હાલ આ પ્રોજેકટ પૂર્ણતાના આરે પહોંચતા આજે મ્યુનિસિપલ કમિશનર દ્રારા સાઇટ વિઝીટ કરાઇ હતી.રાજકોટ મહાનગરપાલિકા દ્રારા ચાલું નાણાંકીય વર્ષ ૨૦૨૪–૨૦૨૫નાં બજેટમાં કરાયેલી જોગવાઇ અંતર્ગત વોટર મેનેજમેન્ટ યુનિટ હેઠળ જળસંચય સેલ કાર્યરત છે. રાજકોટમાં જળસંચયની પ્રવૃત્તિને સારો વેગ પ્રા થાય તેવા હેતુથી જળસંચય સેલ દ્રારા બોર રિચાર્જ, ચેકડેમ બનાવવા, બધં હાલતમાં રહેલ હેન્ડપંપવાળા બોર રિચાર્જ કરવા, ચોમાસા દરમ્યાન જે સ્થળોએ પાણી ભરાતા હોય છે તેવા સ્થળોએ બોર બનાવી વરસાદી પાણીને ભૂતળમાં ઉતારવું, મહાપાલિકાનાં તમામ બિલ્ડિંગોમાં જળસંચયની વ્યવસ્થા વગેરે કામગીરી થઇ રહી છે. આ કાર્યમાં મહાપાલિકાને વિવિધ સેવાકીય સંસ્થાઓનો સહયોગ સાંપડી રહ્યો છે.

જળસંચયની ઉપરોકત પ્રવૃત્તિને વધુ ને વધુ વેગ આપવા માટે રાજકોટ મહાનગરપાલિકા અને સેવાકીય સંસ્થા સદભાવના ટ્રસ્ટ દ્રારા હાથ ધરવામાં આવેલ ચેકડેમ બનાવવાની કામગીરીના નિરીક્ષણ અર્થે મ્યુનિ.કમિશનર આનદં પટેલએ સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક, મવડી પોલીસ હેડકવાર્ટર, ૧૫૦ ફટ રીંગ રોડ, વિગેરે સ્થળે બની રહેલ ચેક ડેમની વિઝીટ હતી તેમજ સ્કૂલ નં.૮૮માં જળ સંચય માટેના બોર અંગેની કામગીરી પણ નિહાળી તેને લગત જરી માર્ગદર્શન અને સૂચના આપી હતી.
ઉપરોકત સાઇટ વિઝિટ દરમિયાન સેવાકીય સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ રાજકોટ મહાનગરપાલિકાના સીટી એન્જિનિયર એ.એમ.મિત્રા તથા ડેપ્યુટી એકિઝકયુટિવ એન્જીનિયર એચ.બી. છૈયા, જીંજાળા, કે.પી.દેથરીયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application