વલ્લભીપુરના હાઉસિંગ વિસ્તારમાં રહેણાંકી મકાનમાં તસ્કરોની ખેપ

  • February 27, 2024 04:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર જિલ્લાના વલ્લભીપુર શહેરમાં રહેણાંકી મકાનમાં તસ્કરો ત્રાટકી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહીતની મત્તા ઉઠાવી પલાયન થયા હતા. મોડીરાત્રે અજાણ્યા શખ્સ ઘરમાં પ્રવેશી મુદ્દામાલ ઉઠાવી ગયા અંગે વલ્લભીપુર પોલીસને જાણ થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી હતી.


આ બનાવ અંગે પ્રાથમિક દ્રષ્ટિએ મળતી માહિતી અનુસાર જિલ્લાના વલ્લભીપુર શહેરમાં રહેણાંકી મકાનમાં ચોરીની ઘટના બની હતી. વલ્લભીપુર શહેરમાં આવેલા હાઉસિંગ મકાનમાં રહેતા ધૈર્યરાજસિંહ રણજિતસિંહ ઝાલાના રહેણાંકી મકાનમાં મોડીરાત્રે આશરે ૧:૩૦ થી વહેલી સવારે ૫ કલાકના સમય દરમિયાન અજાણ્યા શખ્સો ગેરકરાયદેસર રીતે રહેણાંકી મકાનમાં પ્રવેશી ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહીતની મત્તા ઉઠાવી નાસી છૂટ્યા હતા. જે બનાવ અને ધૈર્યરાજસિંહને માલુમ પડતા સવારે વલ્લભીપુર પોલીસને જાણ કરાઈ હતી. અને વલ્લભીપુર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ચોરીની ઘટના અંગે સ્થળ તપાસ હાથ ધરી અને ફરિયાદ નોંધવા સહીતની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application