મોરબીના સીએએ આચરેલા જીએસટી કૌભાંડમાં રાજકોટ સુધી કનેકશન

  • August 21, 2024 03:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જીએસટી કૌભાંડમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સહિત ત્રણની ધરપકડ સીજીએસટી દ્રારા કરવામાં આવી હતી. આ ત્રણેયની રિમાન્ડ દરમ્યાન ચોંકાવનારી વિગતો બહાર આવી છે જેમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્ર અને મુંબઈનું કનેકશન હોવાનું ખૂલતાં તત્રં પણ ચોંકી ઉઠું છે.
આ અંગેની વિગત મુજબ સી જીએસટી દ્રારા જીએસટીમાં આચરેલી ગેરરીતિ પ્રકરણમાં ભાવનગરની ટીમે સીએ ઉપરાંત ત્રણ ની ધરપકડ કરી હતી જેમાં આ કૌભાંડકારીઓના કોર્ટ દ્રારા રિમાન્ડ મંજૂર થતા આરોપીઓએ સ્ફોટક માહિતીઓ આપી હતી. જીએસટી દ્રારા જૂનાગઢની વીરજી એન્ટરપ્રાઇઝના ચંદ્રેશકુમાર, ચોટીલાની ક્રિષ્ના એન્ટરપ્રાઇઝના આનદં પાનખનીયા, પોરબંદરની ત્રીસા એન્ટરપ્રાઇઝના હિતેશ જેઠવા અને મિસરી એન્ટરપ્રાઇઝના તોફિક શેખના વ્યવસાયિક એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા.
આ તમામ ચારેય પેઢીના ચાર્ટર્ડ એકાઉન્ટ મોરબીનો મંથન સદરાણી હોવાનું ખુલ્યું હતું આથી તેની ઓફીસ અને ઘર પર સર્ચ કરવામાં આવતા લેપટોપ,સીમકાર્ડ, મોબાઈલ તેમજ વિવિધ કંપનીઓના રબર સ્ટેમ્પ પર ટીમને મળી આવ્યા હતા. તપાસ દરમિયાન આ પેઢીઓએ ૯.૪૧ કરોડની ખોટી વેરા શાખ લીધી હોવાનું તંત્રના સામે આવ્યું હતું. આ ઉપરાંત ઇનવરટેડ ડુટી ટેકસ હેઠળ અત્યારે સુધીમાં ૬.૭૧ કરોડનું રિફડં પણ મેળવ્યું હોવાની વિગતો સામે આવી છે.
રિમાન્ડ દરમિયાન આરોપીઓએ પૂછપરછ માં જણાવ્યું હતું કે, તેમના દ્રારા આચરવામાં આવેલા આ કોભાંડનો માસ્ટર માઈન્ડ ચાર્ટર્ડ એકાઉન્ટ કે જે મોરબી .નો મંથન સદરાણી છે. તેની પાસેથી પણ અનેક સાહિત્ય કબજે કયુ હતું જેમાં રાજકોટની કેટલીક પેઢીઓ આ કૌભાંડમાં સંકળાયેલી હોવાનું સામે આવ્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application