કોંગ્રેસના પ્રવક્તા પ્રગતિ આહીરને આ કારણથી પક્ષે કર્યા સસ્પેન્ડ

  • January 25, 2023 02:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

Aajkaalteam

વિધાનસભાની ચૂંટણી મુદ્દે ગુજરાત કોંગ્રેસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ કોંગ્રેસ સેવા દળની અધ્યક્ષ અને કોંગ્રેસના પ્રવક્તા પ્રગતિ આહીરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે જ જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત 4 નેતાઓને પણ સસ્પેન્ડ કરાયા છે. વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવત્તિના આરોપ મુદ્દે સસ્પેન્ડ કરાયાં છે. 


મીડિયા સાથેની વાતચીતમાં પ્રગતિ આહિરે મોટો ઘડાકો કરતા કહ્યું કે, મારી પાસે હજુ સુધી કોઈ પાર્ટીમાંથી સસ્પેન્ડ ખબર આવી જ નથી, મને કોઈ નોટિસ પણ આપવામાં આવી નથી. રઘુ શર્મા સુધીના નેતાઓને પૂછી લીધું છે પણ તેમના ધ્યાનમાં પણ નથી. રહી વાત ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવત્તિ કરવાની તો હું ચૂંટણી સમયે ગુજરાતમાં ન હતી ભારત જોડો યાત્રામાં હતી. અને મારા ગામમાં ભાજપનું વધુ જોર છે છતાં મે કોંગ્રેસમાં લીડ અપાવી છે. આમાં ક્યાંથી પક્ષ વિરોધી પ્રવૃતિ હોય અને તમે કહો છો કે જો લેટરમાં નામ હોય તો આવું થઈ ગયું હશે તો સિનિયર નેતાઓ મારી વફાદારી સમજીને નિર્ણયને રદ્દ કરી આપશે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application