ચૂંટણીમાં ભાગ લીધા વિના કોંગ્રેસે ઈન્દોરમાં પોતાની તાકાત બતાવી, NOTAએ તમામ રેકોર્ડ તોડ્યા

  • June 04, 2024 01:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લોકસભાની ચૂંટણીમાં કેટલીક જગ્યાએ ભાજપ-કોંગ્રેસ વચ્ચે તંગ વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો કેટલીક બેઠકો પર કે રાજ્યોમાં ભાજપે અન્ય પાર્ટીનો સફાયો કર્યો છે. હિમાચલ પ્રદેશમાં ભાજપ અત્યાર સુધીમાં 4 બેઠકો પર લીડ કરી રહ્યું છે તો ગુજરાતમાં 26માંથી 25 બેઠકો પર સારી પકડ જમાવી છે. તો કેટલીક જગ્યાએ છેલ્લી ઘડીએ કોંગ્રેસના ઉમેદવારે નામ પાછું ખેંચી લેતા ભાજપને તેનો મોટો ફાયદો થયો હતો. આ મુદ્દે કોંગ્રેસ દ્વારા લોકોને NOTAમાં મત આપવા જણાવ્યું હતું અને તેમની પસંદગી દર્શાવવાનું કહ્યું.


મધ્ય પ્રદેશમાં લોકસભા ચૂંટણીની ગણતરીના પ્રારંભિક વલણોમાં ભાજપ તમામ બેઠકો પર લીડ કરી રહ્યું છે. ઈન્દોર લોકસભામાં NOTAએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. બપોરે 12 વાગ્યા સુધી NOTAને 1,27,277 વોટ મળ્યા છે. આ સાથે NOTA માટે મતોની સંખ્યા પણ વધી રહી છે. ઈન્દોર આ વખતે આ મામલે રેકોર્ડ તોડે તેવી શક્યતા છે.


ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બામના બળવા બાદ પાર્ટી તરફથી કોઈ ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવ્યા નથી. આ પછી કોંગ્રેસ ઈન્દોરના લોકોને નોટાને વોટ કરવાની અપીલ કરતી રહી. અત્યાર સુધીના વલણો પરથી સ્પષ્ટ છે કે ઈન્દોરના લોકોએ કોંગ્રેસની વાત સાંભળી છે.


ઈન્દોરથી ભાજપના ઉમેદવાર શંકર લાલવાણી 7 લાખથી વધુ મતોથી આગળ છે. બપોરે 12 વાગ્યા સુધી તેમને 741586 મત મળ્યા છે. જ્યારે બસપાના ઉમેદવાર સંજય સોલંકીને 32312 મત મળ્યા છે. ઈન્દોરમાં ટિકિટ મળ્યા બાદ અક્ષય કાંતિ બમ પોતાનું નામાંકન પાછું ખેંચીને ભાજપમાં જોડાઈ ગયા હતા. જેના કારણે કોંગ્રેસ ઈન્દોર સીટ પર ચૂંટણીમાંથી બહાર થઈ ગઈ હતી. જે બાદ કોંગ્રેસ દ્વારા NOTAને વોટ કરવાની અપીલ કરવામાં આવી હતી. આ દરમિયાન ઈન્દોરથી 8 વખતના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી, લોકસભા સ્પીકર સુમિત્રા મહાજનની નારાજગી પણ જોવા મળી હતી.

કોંગ્રેસના ગઢ ગણાતી બેઠક પર કોંગ્રેસ પાછળ

તે જ સમયે, કોંગ્રેસનો ગઢ ગણાતી છિંદવાડા બેઠક પર કોંગ્રેસ પાછળ છે. કોંગ્રેસના ઉમેદવાર નકુલ નાથ ભાજપના વિવેક બંટી સાહુથી પાછળ છે. છિંદવાડામાં નકુલ નાથ પાછળ હોવા પર પૂર્વ સીએમ કમલનાથની પ્રતિક્રિયા આવી છે. તેમણે કહ્યું કે આ જનતાનો નિર્ણય છે. હાલમાં જ મતગણતરી શરૂ થઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News