રાજકોટ મહાપાલિકા કેકેવી બ્રિજ નીચેનો ગેમઝોન રદ કરે તેવી માંગ સાથે આજથી કોંગ્રેસએ ધરણા શ કર્યા છે.
વિશેષમાં રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ અતુલ રાજાણીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે કાલાવડ રોડ પર બ્રિજ નીચે જોખમી ગેમ ઝોન પ્રોજેકટ રદ કરવા અંગે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર સુપ્રત કર્યા બાદ આ અંગે કોઈ જાતનો પ્રત્યુતર ન મળતા તારીખ ૨૫૧ ના રાજકોટ કાલાવડ રોડ ઉપર ગેમ ઝોનની પાસે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્રારા લોકોના, વેપારીઓના, વિધાર્થીઓના અવર જવર કરતા શહેરીજનોના બ્રિજ નીચેના ગેમ ઝોન અંગેના અભિપ્રાયો મેળવવામાં આવેલ હતા તેમાં લોકોના નકારાત્મક અભિપ્રાયો ના પગલે ગેમ ઝોન બ્રિજ નીચેની બદલે અન્ય સ્થળે બને તે જરી છે અને બ્રિજ નીચે અને અહીંયા ટ્રાફિકની સમસ્યા સર્જાય તેમ હોવાને પગલે નકારાત્મક રિપોર્ટ આપેલ છે. મ્યુનિસિપલ કમિશનર સાઇટ વિઝીટ કરી લોકોના વેપારીઓના અને આજુબાજુના રહેવાસીઓના અભિપ્રાયો જાણે અને ગેમ ઝોનનો પ્રોજેકટ રદ કરે.નકારાત્મક અભિપ્રાયો જાણ્યા બાદ આજ રોજ બીજા તબક્કામાં રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્રારા કાલાવડ રોડ પર ન્યુ પરિમલ સ્કૂલ સામે યાં ગેમ ઝોનનું કામ હાલ એનઓસી વગર શ કરી દેવામાં આવ્યું છે તે જગ્યાની નજીકમાં કોંગ્રેસ સમિતિ દ્રારા પ્લે કાર્ડ સાથે ધરણા નો કાર્યક્રમ યોજાયેલ હતો. આજના કાર્યક્રમ બાદ પણ શાસકોને સદબુદ્ધિ નહીં મળે તો આગામી દિવસોમાં કોંગ્રેસ આગેવાનોની બેઠકમાં નક્કી કર્યા મુજબ તબક્કાવાર કાર્યક્રમો જાહેર કરવામાં આવશે. આજે પ્લે કાર્ડ માં 'રાજકોટના બ્રિજની નીચે ગેમ ઝોન ન થવો જોઈએ' 'રાજકોટ મહાનગરપાલિકાએ અગાઉ રાજકોટની જનતાના અભિપ્રાય લીધા વગર જે પ્રોજેકટ બનાવ્યા છે તે પ્રોજેકટ રદ કરવામાં આવ્યા છે' 'જે સ્થળે ગેમ ઝોન બનાવવામાં આવશે તે સ્થળે એક ગાળામાં બોકસ ક્રિકેટ, બીજા ગાળામાં સ્કેટિંગ રિંગ, સ્નૂકર, કેરમ જેવી ઇનડોર ગેમ માટે માચડો જે રીતે બને છે તે મીની ટીઆરપી ઝોન જેવું ગણાય' 'રાજકોટમાં બીજો ટીઆરપી ઝોન કોંગ્રેસ નહીં થવા દે' 'સ્કુલ કોલેજ છૂટવાના સમયે પ્રાથમિક સમસ્યા સર્જાશે અકસ્માત નો ભય' સહિતના પ્લે કાર્ડ સાથે દેખાવો કરવામાં આવેલ હતા જેમાં પ્રદેશના આગેવાનો, શહેર કોંગ્રેસના આગેવાનો, વોર્ડ પ્રમુખો, ફ્રન્ટલ સેલના ચેરમેનો સહિતના કાર્યકરો બહોળી સંખ્યામાં જોડાયા હતા જેમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, વશરામભાઈ સાગઠીયા, જશવંતસિંહ ભટ્ટી, ગાયત્રીબા વાઘેલા, દીિબેન સોલંકી, સંજયભાઈ અજુડીયા, ડી. પી. મકવાણા, મેઘજીભાઈ રાઠોડ, અશોકસિંહ વાઘેલા, નયનાબા જાડેજા, ગજેન્દ્રસિંહ ઝાલા, ગીરીશભાઈ પટેલ, નયનાબા જાડેજા, રાજુભાઈ આમરાણીયા, ગોપાલ મારવી, રાહત્પલ સોલંકી, જયેશભાઈ ઠાકોર, પિયુષભાઈ ખાતરાણી, શુભમ પરમાર, પ્રફુલાબેન ચૌહાણ, નાગજીભાઈ પટેલ, અજીતભાઈ વાંક, અશોકભાઈ વાળા, જયંતીભાઈ હિરપરા, બીજલભાઇ ચાવડીયા, અમિતભાઈ રવાણી, અહેસાનભાઈ ચૌહાણ, સલીમભાઈ કારિયાણી, જીેશ બોરડ, ગોવિંદભાઈ સભાયા, જીતુભાઈ ઠાકર, અમિતભાઈ ઠાકર, ઉદયભાઇ કોળી, ફૈઝલ જુમાણી, હરેશભાઈ ભારાઈ, પ્રવીણભાઈ દેસાઈ, મિલિંદભાઈ પરમાર, હિંમતભાઈ મૈયાત્રા, ડી. બી. ગોહિલ, ચંદ્રિકાબેન વરાણીયા, લાખાભાઈ ઉંધાડ, ભાવેશભાઈ બોરીચા, રસિકભાઈ ભટ્ટ, રાજેશભાઈ ભૂત, ગૌરવભાઈ પુજારા, રવજીભાઈ ખીમસુરીયા, સુરેશભાઈ ગેરૈયા, પ્રવીણભાઈ રોજાસરા, કે ડી જોશી, નરેશભાઈ ગઢવી, રઘુરામભાઈ યાદવ સહિતના કોંગી આગેવાનો જોડાયા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆવતીકાલથી બદલાશે હવામાન, યુપી સહિત આ રાજ્યોમાં પડશે વરસાદ
February 02, 2025 05:39 PMઆ વાર્તાઓ આપણને જીવન કેવી રીતે જીવવું તે શીખવે છે, વસંત પંચમી પર જુઓ શિક્ષણ પરની આ ફિલ્મો
February 02, 2025 04:47 PMભારતે ફરી દક્ષિણ આફ્રિકાનું સપનું તોડ્યું, અંડર-19 મહિલા ટીમે જીત્યો T20 વર્લ્ડ કપનો ખિતાબ
February 02, 2025 04:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech