એઇમ્સની નિર્માણ કામગીરી, ભરતી પ્રક્રિયા, તબીબોનો ઘટ સહિતના ૧૭ મુદ્દે કોંગ્રેસનું આવેદન

  • December 20, 2024 03:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ એઇમ્સ હોસ્પિટલના વિવિધ મુદ્દે કોંગ્રેસ દ્રારા એકિઝકયુટિવ ડાયરેકટરને આવેદન પાઠવી ૧૭ જેટલા મુદ્દાઓ સાથે રજૂઆત કરવામાં આવી હતી.
રજુઆતમાં જણાવ્યું હતું કે, એઇમ્સનું નિર્માણ કાર્ય ખુબ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. આથી ટેન્ડરની શરતો મુજબ વર્ક એજન્સી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તેમજ સેન્ટ્રલ એસી વારંવાર બધં પડી જવા, પાકિગ બિલ્ડીંગથી દૂર હોવું, ચાર વર્ષથી સુપર સ્પેશ્યાલિટી સેવાઓ શ કરવામાં આવી નથી, દર્દીના સગા માટે રહેવા–જમવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે, હજુ સુધી જુરી નિદાન થતા નથી, નિષ્ણાતં ડોકટરો અને સ્ટાફની અછતથી દર્દીઓની સારવારમાં અસર પડી રહી છે, આ ઉપરાંત ફાયર સેફટીના સાધનો કે પ્રમાણપત્રો પૂરતા ન હોવા, ભરતી પ્રક્રિયામાં ગોટાળા અને વ્હાલા દવલાની નીતિ તેમજ લાયકાત ન ધરાવતા તબીબને વિભાગના વડાનો ચાર્જ સોંપવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. આવેદન આપવા માટે પ્રદેશ કોંગ્રેસના ઉપ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, કોંગ્રેસ અગ્રણી અશોકસિંહ વાઘેલા, શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલભાઈ રાજાણી, જસંવતસિંહ ભટ્ટી, ધરમભાઈ કાંબલીયા, રોહિતસિંહ રાજપૂત, રણજિતભાઈ મુંધવા, ગોપાલભાઈ અનડકટ સહિતના કોંગી આગેવાનો જોડાયા હતા. એઈમ્સના ઇન્ચાર્જ ડિરેકટર ડો.ગોવર્ધન દત્ત પુરીએ આવેદન સ્વિકારી યોગ્ય કરવા ખાત્રી આપી હતી

આવેદન કોંગ્રેસનું, દોરી સંચાર બીજાનો
કોંગ્રેસ દ્રારા આજરોજ એઇમ્સમાં ૧૭ મુદ્દાઓનું આવેદન પાઠવામાં આવ્યું હતું એ આવેદનના કેટલાક મુદ્દાઓની સ્ક્રીપ્ટ લખનાર કે લખાવનાર અન્ય વ્યકિત હોવાનું અને તેની દોરી સંચારથી આ આવેદન અપાવાયું હોય એવું સ્પષ્ટ્ર પણે જણાઈ રહ્યું છે. કારણ કે એઈમ્સમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલતા આંતરિક વિખવાદમાં પણ અંદરના જ ચોક્કસ વ્યકિતઓ સામેલ છે, પોતાની મુરાદો પુરી કરવા માટે અખબારો બાદ રાજકીય પાર્ટીને હાથો બનાવવામાં આવી રહ્યો છે. જે અહીં કેટલાક મુદાઓમાં સાબિત પણ થઇ રહ્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application