જામનગર આવેલા વડાપ્રધાને પ્રદર્શન મેદાન ખાતે વિજય વિશ્ર્વાસ સભાને સંબોધીને કોંગ્રેસને આપી ત્રણ ચેલેન્જ: કોંગ્રેસ બંધારણ પર ધાડ પાડીને મુસ્લીમોને ધર્મના આધારે અનામત આપવા માગે છે: કોંગ્રેસ ફરી એકવખત દેશને ધર્મના આધારે વિભાજીત કરવાની કોશીષ કરી રહી છે : કોંગ્રેસ હિન્દુ ધર્મની શક્તિનો વિનાશ કરવાની વાત કરે છે: કોંગ્રેસને વોટ આપવાનો સંકલ્પ કરનારાઓને વડાપ્રધાને 272 બેઠકનું ગણિત સમજાવ્યું: હું વધુ એક વખત મતપી આશીવર્દિ મેળવવા આવ્યો છું
12-જામનગર લોકસભા બેઠકના ઉમેદવાર પૂનમબેન માડમના ચુંટણી પ્રચાર માટે અહિંના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે વિજય વિશ્ર્વાસ સભાને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કયર્િ હતાં અને કહ્યું હતું કે કોંગ્રેસ બંધારણ સાથે છેડછાડ કરીને મુસ્લીમોને ધર્મ આધારીત અનામત આપવા માંગે છે, આટલું જ નહિં દેશમાં કોંગ્રેસ વોટ જેહાદના નારા સાથે મત માંગવા નિકળી છે, આ ઉપરાંત વડાપ્રધાને પાણી થી લઇને ટ્રેનના વિકાસ સુદર્શન બ્રીજ થી લઇને ગ્લોબલ સેન્ટર સહિતની વાતોને આવરી લીધી હતી અને ક્ષત્રીય સમાજ દ્વારા કોંગ્રેસને મત આપવાના કરાયેલા સંકલ્પ સંબંધે આડકતરી રીતે 272 બેઠકોનું ગણિત લોકોને સમજાવ્યું હતું અને એવો ઇશારો કરાયો હતો કે કોંગેસને મત આપવાનો સંકલ્પ કરીને તમારો વોટ શુકામ બગાડી રહ્યા છો.
વડાપ્રધાને કહ્યું હતું કે છેલ્લા બે દિવસથી ગુજરાતમાં પ્રચાર કરી રહ્યો છું, ઘણા લોકોએ મને કીધુ તમારે પ્રચારમાં આવવાની જર નથી પરંતુ હું પ્રચાર માટે નહિં બધાના પ્રેમ માટે આવ્યો છું, ગુજરાતની ધરતીએ જે પ્રેમ અને આશિવર્દિ આપ્યા છે એ મોટી મૂડી છે, જયાં જયાં ગયો ત્યાં અપાર આશિવર્દિ, અભૂતપૂર્વ ઉત્સાહ, ઉમંગના દર્શન કયર્િ છે, ગુજરાત હોય, તામીલનાડુ હોય, કશ્મીર ક્ધયાકુમારી હોય કે આસામ, જયાં જયાં ગયો ત્યાં મેં આવો ઉત્સાહ, ઉમંગ અને કમીટમેન્ટ નતો 2014માં જોયું છે, નતો 2019માં જોયું છે, જે હું 2024માં જોઇ રહ્યો છું.
2014માં ગયો ત્યારે બધા કહેતા કે આ કોણ છે, 2019માં ગયો તો બધા કહેતા થયા કે આ માણસ કામનો છે, 2024માં હું જોઇ રહ્યો છું કે દુનિયામાં આપણા દેશનો ડંકો વગાડવાનો છે, નરેન્દ્ર મોદી તમે આગળ વધો, દેશભરમાં એક જ સ્વર છે કે ફરી એકવાર મોદી સરકાર.
આજે દુનિયામાં ભારતનું કદ વધ્યુ છે, સન્માન પણ વઘ્યુ છે, કોંગ્રેસના શહેજાદા અને તેની ટીમ વિદેશોમાં જઇને ભારતને બદનામ કરવા લાંબા લાંબા ભાષણ આપે છે.
2014માં જયારે કોંગ્રેસે સત્તા છોડી ત્યારે આપણા દેશની અર્થ વ્યવસ્થા વિશ્ર્વમાં 11માં નંબરે હતી, તમને આશ્ર્ચર્ય થશે કે જયારે આપણો દેશ આઝાદ થયો ત્યારે આપણી અર્થ વ્યવસ્થા છઠ્ઠા ક્રમે હતી, ત્યાંથી કોંગ્રેસી શાસકો 11માં નંબરે લઇ આવ્યા હતાં, પછી એક ચા વાળો આવ્યો કે જેની રગોમાં ગુજરાતી રક્ત છે તેના શાસન થકી આજે ભારતની અર્થ વ્યવસ્થા 11માં નંબરથી પાંચમાં નંબરે આવી ગઇ છે.
મારે સત્તા માટે આશિવર્દિ નથી જોતા, એતો 2014માં જ મળી ગયા, ઇતિહાસ રચાઇ ગયો, હું તમારાથી આશિવર્દિ માંગુ છું તેનું કારણ એ છે કે મારા મનમાં જે સંકલ્પ છે એ સંકલ્પ મારે ત્રીજી ટર્મમાં પૂર્ણ કરવો છે અને મારો સંકલ્પ છે કે હિન્દુસ્તાનને વિશ્ર્વની પ્રથમ ત્રણ અર્થ વ્યવસ્થામાં સમાવેશ કરાવવો.
વડાપ્રધાને કહ્યું હતું કે કોંગ્રેસનું ઝેર એટલું વધી ગયું છે કે ખબર નહિં 4 જૂન આવતા આવતા આ ઝેર કયાં સુધી વધી જશે, જયારે કોંગ્રેસે મેનીફેસ્ટો જાહેર કર્યો ત્યારે લોકોને સચેત કયર્િ હતાં કે કોંગ્રેસનું મેનીફેસ્ટો દેશ માટે ખતરાની ઘંટી સમાન છે.
મેં ચોખ્ખુ કહ્યું હતું કે હું કોંગ્રેસના મેનીફેસ્ટોમાં મુસ્લીમ લીગની છાપ જોઇ રહ્યો છું, ત્યારે લોકોને એવું લાગ્યું કે આતો રાજકીય નીવેદન છે પરંતુ લોકો જયારે ઉંડા ઉતયર્િ ત્યારે ખબર પડી કે જે ભાષા મુસ્લીમ લીગ બોલતી હતી તે ભાષા જોવા મળી છે.
કોંગ્રેસના નેતાઓ મુસ્લીમ મતદારોને વોટ જેહાદ કરવાની અપીલ કરી રહ્યા છે, અને એ વાત મદ્રેસામાંથી આવેલા કોઇ બાળકો બોલી નથી રહ્યા પરંતુ કોંગ્રેસના ખૂબ ભણેલા-ગણેલા મોટા નેતાઓ વોટ જેહાદની વાત કરી રહ્યા છે, કોંગ્રેસ અને વોટ જેહાદ વચ્ચે શું નાતો છે તે કોંગ્રેસના ઇતિહાસ પરથી ખબર પડી શકે છે.
જયારે દેશમાં જેહાદના નામે આતંકી હુમલા થતા હતાં ત્યારે એ આતંકવાદીઓની વકીલાત કરવા સૌથી પહેલા કોંગ્રેસના નેતાઓ આવતા હતાં, કાશ્મીરમાં અલગતાવાદી નેતાઓની મેજબાની એ સમયના વડાપ્રધાનો કરતા હતાં.
26/11એ મુંબઇમાં આતંકવાદી હુમલો થયો તેમાં કસાબ અને બીજા આતંકીઓને બચાવવા માટે કોંગ્રેસના નેતાઓ આગળ આવ્યા હતાં, મુંબઇના આતંકી હુમલાના જેહાદીઓને બચાવવા માટે પુસ્તકો લખાયા છે, કોંગ્રેસે આવી પુસ્તકો રીલીઝ કરી.
દિલ્લી બાટલા હાઉસના એન્કાઉન્ટરમાં જેહાદી આતંકવાદીઓ માયર્િ ગયા ત્યારે કોંગે્રસના મેડમની આંખમાંથી આંસુ રોકાતા નહોતા, અફઝલ ગુને ફાંસી થઇ ત્યારે તેને માફી અપાવવા માટે ત્યારે આજ કોંગ્રેસના લોકો સુપ્રીમ કોર્ટથી લઇને રાષ્ટ્રપતી ભવન સુધી પહોંચી ગયા હતાં, હવે આ લોકો દેશમાં વોટ જેહાદનો નારો લગાવી રહ્યા છે.
વડાપ્રધાને પ્રહાર કરતા કહ્યું હતું કે કોંગ્રેસ અત્યારે બે મુદ્દાના આધારે જ ચુંટણી લડી રહી છે, એક જાતી આધારીત લોકોને વિભાજીત કરવા અને બીજુ તુષ્ટીકરણ મારફત પોતાની વોટબેંકને સાચવવી.
કોંગ્રેસ પાર્ટી એસસી/એસટી/ઓબીસી અનામત ઓબીસી પાસેથી છીનવીને આ સમુદાયોને અન્યાય કરીને ધર્મના આધારે આ અનામત મુસ્લીમ સમાજને આપવાની તૈયારી કરી રહી છે.
કણર્ટિકમાં રાતોરાત કોંગ્રેસે ફતવો જારી કર્યો, અને રાતોરાત મુસ્લીમોને ઓબીસી ઘોષીત કરી દેવામાં આવ્યા, કણર્ટિકમાં બંધારણે ઓબીસી સમાજને જે અનામત આપી હતી તેના પર કોંગ્રેસે રાતોરાત ધાડ પાડીને ધર્મના આધારે મુસ્લીમોને અનામત આપી છે.
જયારે બંધારણની રચના થઇ ત્યારે ડો. બાબા સાહેબ આંબેડકર સહિતના એ સમયના પ્રબુદ્ધ લોકોએ ખૂબ જ વિચાર વિમર્શ બાદ એવું નક્કી કર્યુ હતું કે દેશમાં ધર્મના આધારે અનામત અપાશે નહિં, પરંતુ કોંગ્રેસ પાર્ટી ધર્મ આધારીત અનામતની વાત કરીને પોતાની વોટબેંક (મુસ્લીમોને) મજબુત કરવા માંગે છે, જયારે મેં કોંગ્રેસના આ પાપનો પદર્ફિાશ કર્યો અને કોંગ્રેસનો જવાબ માંગ્યો છે.
મેં કોંગ્રેસને ત્રણ ચેલેન્જ આપી છે, જેનો કોઇ જવાબ કોંગ્રેસે આપ્યો નથી, હું મીડીયાને અને દેશવાસીઓને આ મુદ્દા પર જાગૃત કરવા માગુ છું. મારી પહેલી ચેલેન્જ છે કે શું કોંગ્રેસ લેખીતમાં દેશને આપશે કે તેઓ બંધારણ બદલીને મુસ્લીમોને ધર્મના આધારે અનામત આપશે નહિં, મારી બીજી ચેલેન્જ છે કે ધર્મના આધારે અનામત આપીને દલીત, આદિવાસી, બક્ષીપંચ કોઇનો હક્ક મારવામાં આવશે નહિં, શું કોંગ્રેસ લખીને આપશે. મારી ત્રીજી ચેલેન્જ છે કે શું કોંગ્રેસ એવું લખીને આપશે કે જે રાજયોમાં તેની સરકારો છે ત્યાં બંધારણ પર ધાડ પાડીને મુસ્લીમોને ધર્મના આધારે અનામત આપશે નહિં, શું તેની ગેરેંટી આપશો પરંતુ કોંગ્રેસ આ મામલે ચૂપ છે, દેશ ઉપર મોટો ખતરો મંડરાઇ રહ્યો છે, શું આવા સમયે ચુપ બેસવું યોગ્ય છે એવું લોકોને પુછ્યુ હતું.
એમણે કહ્યું હતું કે હું જામનગરની ધરતી પરથી કોંગ્રેસ અને તેના મળતીયાઓને કહેવા માંગુ છું કે જયાં સુધી મોદી જીવે છે ત્યાં સુધી દેશને ધર્મના આધારે વિભાજીત કરવા દઇશ નહિં, ધર્મના આધારે દલીત, આદિવાસી, બક્ષીપંચના હક્ક હું કોઇને છીનવા દઇશ નહિં.
હું થોડા સમય પહેલા દ્વારકા આવ્યો હતો, હું સમુદ્ર નીચે ડૂબેલી દ્વારકાના દર્શન કરવા ગયો, ત્યાં ઘ્યાન અને પૂજન કર્યુ, કોંગ્રેસના શહેજાદાને તેનાથી પણ તકલીફ છે, તેની મજાક ઉડાવે છે, કોંગ્રેસ રામ મંદિરનો બહિષ્કાર કરે છે, દ્વારકાની વાતને જુઠ્ઠી કહે છે, હિન્દુ ધર્મની શક્તિનો વિનાશ કરવાની વાત કરે છે, આ દેશમાં શક્તિના વિનાશની કોઇ કલ્પના પણ કરી શકે નહિં. આ કોંગ્રેસનું ચરીત્ર છે, એમણે તો શિવ અને રામનો પણ ઝઘડો કરાવી દેવાની વાત કરી છે, મને એમ થાય છે કે કોંગ્રેસને આ શું થઇ ગયું છે.
અમૃતસર, ભટીંડા, જામનગર, કોરીડોર 80 હજાર કરોડ ખર્ચે બનવાનું છે, ધોરાજી, જામકંડોરણા, કાલાવડ રસ્તાના વિસ્તુતીકરણ, દ્વારકામાં સુદર્શન સેતુ જોવા માટે પ્રવાસીઓ આવી રહ્યા છે, પહેલા દર્શન કરવા માટે દરીયો રફ હોય તો રાહ જોવી પડતી, સુદર્શન સેતુ એક નજરાણું છે, જામનગર-અમદાવાદ વંદેભારત ટ્રેન, જામનગરનું રેલ્વે સ્ટેશન વિમાની મથકને પણ ભુલી જાવ એવું બનાવવામાં આવશે, આ ઉપરાંત પાણી અને ઔદ્યોગીક વિકાસની વાત વડાપ્રધાને કરી હતી, બ્રાસપાર્ટ ઉદ્યોગનો ઉલ્લેખ કર્યો, સમીક્ધડકટર ગુજરાતમાં બનવાની વાત કરી, ક્રાંતીકારી ફેરફારો થઇ રહ્યા છે, ગુજરાત ગ્રીન હાઇડ્રોજનનું હબ બનશે, ઔદ્યોગીક ક્ષેત્રે ગુજરાત હરણફાળ ભરવાનું છે.
મા એક બીજુ સપનું પણ છે, તમા વિજળી બીલ મારે ઝીરો કરી દેવું છે તેના માટે પીએમ સુર્યોદય યોજના આપણે બનાવી છે, સરકાર તરફથી સોલાર પેનલ માટે પૈસા મળશે, ઘરો પર સોલાર પેનલ લગાડીને વિજળી પેદા કરો, તમારી જર પુરતી વાપરો, બાકીની સરકારને વહેંચી દો, સરકાર તમને પૈસા આપશે, પહેલા તમે પૈસા આપતા હતાં, હવે સરકાર તમને પૈસા આપશે, એજ રીતે ઇંધણનું બીલ ઝીરો કરવાની વાત કરીને ઇલેક્ટ્રોનીક વાહનો સંબંધે ઇશારો કર્યો હતો, મફતમાં વિજળી પેદા થાય તેનાથી ઇલેક્ટ્રોનીક વાહન ચાર્જ થાય એટલે જુવાનીયાઓને ઇંધણનો કોઇ ખર્ચો ન રહે, ગ્લોબલ સેન્ટર, આયુર્વેદ યુનિવર્સીટીની વાત પણ એમણે કરી.
સૌની યોજનાથી પાક પાણીનું ચિત્ર બદલાયું, 400 થી વધુ ગામડાઓમાં નળ થી જળ વાત કરી, બાટલાના બદલે પાઇપલાઇનથી ગેસ સહિતની વાત કરી.
અંતમાં કહ્યું હતું કે હું તમામ ક્ષેત્રે આગળ વધી રહ્યો છું ત્યારે દેશને હજુ આગળ વધારવા માટે મારે તમારા આશિવર્દિની જર છે, 7મી મે ના રોજ ગમે તેટલી ગરમી હોય, કોઇપણ કામ હોય પરંતુ ગુજરાતે દેશભરમાં સૌથી વધુ મતદાન કરવાનો ઇતિહાસ રચવાનો છે, ગુજરાતે અત્યારસુધીના મતદાનના તમામ રેકોર્ડ તોડવાના છે.
વડાપ્રધાનના સંબોધન પૂર્વે જામનગર પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ભાજપ વિજય વિશ્ર્વાસ સભામાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, પોરબંદર મત વિસ્તારના ધારાસભ્યના ઉમેદવાર અર્જુનભાઇ મોઢવાડીયા, પૂર્વ કેબીનેટ મંત્રી આર.સી.ફળદુ, ભાજપ જિલ્લા પ્રમુખ રમેશ મુંગરા તેમજ લોકસભાના ઉમેદવાર પૂનમબેન માડમ દ્વારા સભાને સંબોધન કરવામાં આવ્યું હતું.
વિમાની મથકે પીએમનું સ્વાગત થયા બાદ એમનો કાફલો પ્રદર્શન ગ્રાઉન્ડ પહોંચ્યો હતો, ડાયસ પર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, કેબીનેટ મંત્રીઓ રાઘવજીભાઇ પટેલ, મુળુભાઇ બેરા, લોકસભાના ઉમેદવાર અને સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યો દિવ્યેશ અકબરી, રીવાબા જાડેજા, પબુભા માણેક, મેઘજીભાઇ ચાવડા, મેયર વિનોદ ખીમસૂયર્,િ ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, અર્જુન મોઢવાડીયા, શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ મુંગરા, દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુર ગઢવી, જિલ્લા પંચાયત પ્રમુખ મયબેન ગરચર સહિતના ભાજપના દિગ્ગજોનો કાફલો ઉપસ્થિત હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech