શહેર જીલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા એસપીને અપાતું આવેદનપત્ર
એક ને ગોળ અને એક ને ખોળ ની નીતિ બંધ કરી કાયદા સમાન બધા સમાન મુજબ ભાજપ કાર્યકરો વિરુઘ્ધ કાયદેસર ફોજદારી રાહે પગલા લેવાની માંગણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે અને આ મામલે જામનગર શહેર (જીલ્લા) કોંગ્રેસ સમિતી દ્વારા આજરોજ જામનગર એસપીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
જામનગર શહેર (જીલ્લા) કોંગ્રેસ સમિતી દ્વારા આજરોજ એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું જેમા જણાવ્યું છે કે, તા. ૯-૨-૨૪ના રોજ લાલબંગલા પાસે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાહુલ ગાંધી વિરુઘ્ધ કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં રાહુલ ગાંધીનું પુતળુ જવલનશીલ પદાર્થથી સળગાવવામાં આવેલ અને પોલીસ મુકપેક્ષકની જેમ જોઇ રહી હતી. ભાજપ કાર્યકરો રાહુલ ગાંધીનું પુતળુ જાહેરમાં સળગાવી રહયા હતા, રાહુલ ગાંધી વિરુઘ્ધ બેફામ ખરાબ બોલી રહયા હતા તેમ ભાજપ કાર્યકરોની ખરાબ વાણી વિલાસથી ખરાબ-ખોટું વાતાવરણ વ્યમનસ્ય થયેલ છે, હાની થયેલ છે, આ બનાવના વિડીયો જાહેરમાં છે તે જોઇ શકાય છે.
તેમજ કલેકટર જામનગર જાહેરનામુ બહાર પાડેલ તે જાહેરનામાનો પણ ભંગ કરેલ હોય, કોંગ્રેસ પાર્ટી દ્વારા લોકશાહી રીતે કાર્યક્રમ કરવામાં આવે તો પણ જાહેરનામા ભંગ તેમજ અન્ય કાયદા હેઠળ કલમ લગાડી ફીટ કરી દેવામાં આવે છે તો શું આ જ કાયદો - કલમ ભાજપના કાર્યકરો ઉપર કેમ નહીં ? કાયદા સમક્ષ બધા સરખા છે, ભાજપના કાર્યકરો વિરુઘ્ધ પણ કાયદેસર કાર્યવાહી થવી જોઇએ એ ગુજરાતમાં કેન્દ્રમાં ભાજપની સરકાર હોય એટલે કાયદો કલમ લાગુ ન પડે ? કોંગ્રેસના કાર્યકરો લોકશાહી બંધારણ મર્યાદમાં રહીને વિરોધ પક્ષ દ્વારા કાર્યક્રમ કરે તો ગંભીર ગુનામાં ફીટ કરવામાં આવે છે, યેનકેન પ્રકારે હેરાન પરેશાન કરવામાં આવે છે જેથી એકને ગોળ અને એકને ખોળની નીતિ બંધ કરીને ભાજપના કાર્યકરો વિરુઘ્ધ પણ કાયદેસરની ફોજદારી રાહે કાર્યવાહી કરવા માંગણી છે.
આદેદન આપતી વેળાએ શહેર કોંગી પ્રમુખ દીગુભા જાડેજા, જામ્યુકોના વિપક્ષી નેતા ધવલ નંદા, મહિલા કોંગ્રેસના પ્રમુખ રંજન ગજેરા, પુર્વ વિપક્ષી નેતા અલતાફ ખફી, નગરસેવકો રચના નંદાણીયા, જેનબ ખફી, નુરમામદ પલેજા, પુર્વ નગરસેવક આનંદ ગોહીલ વગેરે જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech