બોગસ દસ્તાવેજો કૌભાંડની ૧૫ દિવસમાં કાર્યવાહી કરવા કોંગ્રેસની માગ

  • December 17, 2024 03:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં સૌથી મોટા ૨૦ હજાર કરોડના પ્રાઇવેટ અને સરકારી ખરાબાની જમીનોના બોગસ દસ્તાવેજો બનાવીને વેચવાનું કૌભાંડ પ્રકાશમાં આવેલ છે ત્યારે રાજકોટની સબ–રજીસ્ટ્રાર કચેરીમાં બે ઓપરેટર અને એક વકીલે ૧૭ બોગસ દસ્તાવેજો બનાવી વેચાનું કૌભાંડ ખુલ્યું છે.રાજકોટ શહેરની આજુબાજુની જમીનનો ભાવ આસમાને જતાં શહેરની સીમાડાઓ પરની જમીનો પોતાના મળતીયાઓ દ્રારા મવડી, કોઠારીયા, નાનામવા, મોટામવા, માધાપર, ભીચરી, ખોખળદળ સહિતના વિસ્તારોમાં ભૂમાફિયાઓ દ્રારા ગૌચર, જમીનો સરકારી ખરાબાઓ અને પ્રાઇવેટ જમીનો વેંચી કાઢી છે.વર્ષ ૨૦૦૧થી ૨૦૨૨ સુધીમાં ૩૫૦થી વધુ સરકારી ખરાબાઓની જમીનો પર બોગસ દસ્તાવેજો બની ગયાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. અભિલેખાગાર કચેરીમાં નવ વર્ષ પહેલા આ કચેરીના કર્મચારીએ લેખ બોગસ હોવાનું જણાવેલ હતું અને તેમ છતાં તત્કાલિન સમયે કોઇ પોલીસ ફરિયાદ ન કરવામાં આવી અને આવા ભૂમાફિયાઓ સિન્ડિકેટ સુધી પહોંચવાનો આ કચેરીના કોઇ અધિકારી કે કર્મચારી દ્રારા પ્રયાસ ન કરવામાં આવતા આજે આ પ્રકારનું રાજયનું સૌથી મોટું બોગસ દસ્તાવેજો જમીન કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું ત્યારે તટસ્થ તપાસ કરી રાજકીય દબાણને નજર અંદાજ કરીને અધિકારીઓની અને રાજકીય ભૂમાફિયાઓની મિલીભગતથી રાજકોટમાં જે કૌભાંડ થયું છે તેની તપાસ હાઇકોર્ટના ન્યાયાધીશ દ્રારા કરવામાં અને સીટની રચના કરવામાં આવે અને જવાબદારોને જેલ ભેગા કરવા કોંગ્રેસની માગ છે. લેખિત રજૂઆત અંગે થયેલ કાર્યવાહીની જાણ ૧૫ દિવસમાં નહીં કરવામાં આવે તો આપની કચેરી ખાતે કોંગ્રેસ દ્રારા ધરણા કરવાનો કાર્યક્રમ કરવામાં આવશે તેવું કોંગ્રેસે જણાવ્યું હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application