સિર્ફ હંગામા ખડ્ડા કરના મેરા મકસદ નહીં
મેરી કોશિશ રહે કી યહ સૂરત બદલની ચાહિએ
પીડ પર્વત સી હત્પઈ, અબ પીગલની નહીં ચાહિએ
ઈસ હિમાલ સે કોઈ ગંગા નિકલની ચાહિએ
મેરે દિલ મેં હી નહીં તો, તેરે હિલ મેં હી સહી
હો કહી ભી હો આગ, લેકિન આગ જલની ચાહિએ
રાજકોટ લોકસભા સીટના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર પરેશભાઈ ધાનાણી દ્રારા તમામ સમાજ જ્ઞાતિ જાતિ અને ધર્મના લોકો સાથે મળીને શનિવારના રોજ સાંજે ૬ કલાકે સરદાર પટેલ સાહેબની પ્રતિમા (બહત્પમાળી ભવન રેસકોર્સ) પાસે મોટી સંખ્યામાં એકબીજા પ્રત્યે સમર્પણ, સદ્રાવનની ભાવના અને મિલે સુર મેરા તુમ્હારા તો સુર બને હમારા ના ગીત સાથે મહિલા સ્વાભિમાનની યોત પ્રગટાવી.
યત્ર નાર્યસ્તુ પૂજયત્તે રમન્તે દેવતા: એટલે કે જયાં જયાં નારીઓનું પૂજન થાય છે ત્યાં ત્યાં દેવતાઓનો વાસ હોય છે. આપણો દેશ તો નારીના પૂજનનો છે, અર્ચનનો છે, નારીના સન્માનને માનનારો છે. વર્ષેા પહેલાં યારે દાનવો પોતાની મર્યાદાઓ ભૂલ્યા ત્યારે ત્યારે તેનો વધ કરવા માં એ રણચંડી બનીને તેનો સંહાર કર્યેા, અને ઇતિહાસ સાક્ષી છે કે યારે યારે નારીની અસ્મિતા જોખમાય છે, ત્યારે ત્યારે માત્ર ને માત્ર વિનાશ સર્જાયો છે. દ્રૌપદીના ચીર હરણ કરવામાં દુર્યેાધન અને દુ:શાસનનો હાથ હતો, પરંતુ ભરી સભામાં ઉપસ્થિત બધા એ સ્ત્રીના આ અપમાનને ચૂપચાપ જોતા રહ્યા, અને પરિણામે મહાભારત થયું અને તમામ કૌરવોનો નાશ થયો.
સમયાંતરે ક્રીના અપમાન થતા આવ્યા છે અને હજુ પણ ક્રીની અસ્મિતા જોખમાઈ રહી છે. મહિલાઓનું સ્વાભિમાન હણાઇ રહ્યું છે. સ્વાભિમાન શેનું? મહિલાઓના રક્ષણનું, મહિલાઓના આત્મસન્માનનું, મહિલાઓની મર્યાદાનું, મહિલાઓના ગૌરવનું, મહિલાઓના બલિદાનનું અને મહિલાઓના સમર્પણનું. નારીઓના સન્માનમાં બે પંકિત કહેવાની ઈચ્છા થાય છે.
કોમલ હૈ કમજોર નહીં, તુ શકિત કા નામ નારી હૈ
જગકોે જીવન દેનેવાલી મોત ભી તુજસે હારી હૈ
શાક્રોમાં લખ્યું છે, નારી એટલે, માં નવદુર્ગા, માં ખોડલ, માં ઉમા, માં શકિત સ્વપ આશાપુરા, માં બહત્પચર, માં મોમાઈ માં જગદંબા, માં ચામુંડા, માં સરસ્વતી. નારી ને છેડવાની અને ઓછું આંકવાની ભૂલ કરનારને નારીના અનેક સ્વપોનો સામનો કરવો પડે છે. નારી જર પડે ત્યાં શકિતનું તો કયાંક ચામુંડાનું સ્વપ ધારણ કરવા સમર્થ છે.
પરસોત્તમ પાલાએ કહેલા વેણ મહિલા સન્માન, બલિદાન, મર્યાદા અને ગૌરવને ઠેસ પહોંચાડે તેવા ઉચ્ચારણોને લીધે, પરેશભાઈ ધાનાણી, મહિલાઓના સ્વાભિમાનની રક્ષા કાજે લડી રહ્યા છે, ત્યારે શનિવારે સાંજે સરદાર સ્મારક બહત્પમાળી ભવન પાસે મોટી સંખ્યામાં મહિલાઓની હાજરીમાં મહિલાઓએ પરેશભાઈને મશાલ અર્પણ કરી મહિલાઓના સ્વાભિમાન કાજે રણ મેદાનમાં ઉતરેલ પરેશભાઈ ધાનાણીને ખૂબ શુભેચ્છા અને આશીર્વાદ આપ્યા. મશાલમાંથી પ્રગટેલી યોત માત્ર એક દિવસ નહીં પણ આવનાર લાંબા સમય સુધી મહિલાઓના રક્ષણ અને સ્વાભિમાન માટે પરેશ ધાનાણીને બળ પૂં પડશે તેવું પરેશભાઈએ જણાવ્યું હતું. પરેશભાઈ ધનાણીએ ઉપસ્થિત બહેનોને વચન આપ્યું હતું કે ભવિષ્યમાં તેમના સ્વાભિમાનને દાગ લગાવવાનો કોઈ પ્રયત્ન થશે તો પોતે હંમેશા મહિલા સ્વાભિમાનની રક્ષા કાજે બધાથી આગળ રહી જેવી રીતે જવાબ આપવાનો હશે તેવી રીતે જવાબ આપશે. ઉપસ્થિત સૌ મહિલાઓને વંદન કરી જીત નો વિશ્વાસ વ્યકત કર્યેા હતો, કાર્યક્રમમાં ઉપસ્થિત હજારો મહિલાઓ અબાલ વૃદ્ધ અને શહેરના સ્ત્રીઓ સાથે આજે લોકસભા સીટના ઉમેદવારે પહેલી જ વખત કોઈ ઉમેદવારે સદભાવનાની અને સર્વે સાથે મળીને એકબીજા માટે સમર્પણની ભાવના સાથે નારી શકિતની અસ્મિતા માટે હજારો દીવડા પ્રગટાવ્યા હતા. પરેશભાઈ ધાનાણી એ સ્વભિમાન યોત જલાવી હતી અને તેમાં ઉપસ્થિત સૌએ પોતાના દીપ પ્રગટાવ્યા હતા. પોતાના વકતવ્યમાં પરેશભાઈ ધાનાણીએ ખૂબ જ ભાવુક થયા હતા અને ઉપસ્થિત લોકોને સંબોધન કરતા કહ્યું હતું કે, આ દેશમાં નારી શકિતએ વારંવાર મુશ્કેલોનો સામનો કરવો પડે છે સીતા અને દ્રૌપદી એ પણ સામનો કરવો પડો હતો ત્યારે મારે ઘરમાં બે બે દીકરી છે. હત્પં દીકરી માતાઓ શકિત માનું છું, અને એ બધી શકિતઓના ચરણોમાં આજે વંદન કરૂ છું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIND vs PAK: મેચ વચ્ચે જ ભારતને મોટો ઝટકો, મોહમ્મદ શમી ઘાયલ થતાં ગ્રાઉન્ડની બહાર
February 23, 2025 03:53 PMટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMસારા એવા રસ્તાની રાજકોટ મનપાએ પથારી ફેરવી નાખી !, ઉબડખાબડવાળા રસ્તા અને સત્તત ઉડે છે ધૂળની ડમરીઓ
February 23, 2025 03:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech