ગુજરાત વિધાનસભામાં આજે અમરેલી લેટર કાંડ પ્રશ્નોતરીમાં પડઘાયો હતો અંદાજે ૭ જેટલા પ્રશ્નોમાં અમરેલી લેટર કાંડ ઉજાગર થયો હતો પ્રશ્નોત્તરીમાં પ્રશ્ન ક્રમાંક ૫,૪૭, ૫૮, ૬૯ ,૭૦ ૭૭ અને ૭૯ પ્રશ્નમાં અમરેલી લેટર કાંડનો મુદ્દો ઉઠાવાયો હતો. પરંતુ પ્રશ્ન ચર્ચામાં આવે તે સમયે ધારાસભ્ય ગૃહમાં ગેરહાજર રહ્યા હતા.
વિધાનસભાની પ્રશ્નોત્તરી દરમિયાન પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પ્રશ્ન પૂછયો હતો કે.અમરેલી લેટરકાડમાં ધરપકડનો મુદ્દો ગૃહમાં ગુંયો છે જેમાં સરકારે જવાબ રજૂ કર્યેા છે અને કહ્યું કે,રાત્રે મહિલાની ધરપકડ કરવામા આવી નથી,ગૃહમાં ધારાસભ્યના સવાલમાં સરકારે જવાબ રજૂ કર્યેા ધરપકડ અગાઉ સીસીટીવી ફટેજ વાયરલ થયા હતા જેમાં રાજકીય આક્ષેપો પણ થયા હતા.
અમરેલી લેટરકાંડમાં મહિલાની ધરપકડ મામલે કોંગ્રેસના ધારાસભ્ય ડો કિરીટ પટેલના પ્રશ્નમાં સરકારે લેખિત જવાબ આપ્યો હતો,અમરેલી લેટરકાંડનો પ્રશ્ન ગૃહમાં ચર્ચાયા વગર રહ્યો છે.
વિધાનસભામાં પ્રશ્ન પૂછયા બાદ કોંગ્રેસના બંન્ને
ધારાસભ્ય ગૃહમાં ગેરહાજર રહ્યાં હતા જેના કારણે લેટરકાંડનો મુદ્દો ચર્ચાયા વગરનો રહ્યો હતો,તુષાર ચૌધરી અને જીજ્ઞેશ મેવાણીએ અમરેલી લેટર કાંડનો પ્રશ્ન પૂછયો.બંને નેતાઓ રાહત્પલ ગાંધીના પ્રવાસમા હાજર હોવાથી ગૃહમાં ગેરહાજર રહ્યાં છે.
રાય સરકાર દ્રારા આ કેસમાં કેટલાક મહત્વના પગલાંઓ લેવામાં આવ્યા છે જેમાં રાયના પોલીસ વડા વિકાસ સહાયે ત્રણ પોલીસ ઈન્સ્પેકટર અને પોલીસ સબ–ઈન્સ્પેકટરની તાત્કાલિક બદલી કરી છે. જેમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ અમરેલીના પીઆઈ એ.એમ. પટેલની બદલી કચ્છ પશ્ચિમ ભુજ ખાતે, સાયબર ક્રાઇમ અમરેલીના પીઆઈ એ.એમ. પરમારની બદલી વડોદરા શહેર ખાતે અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ અમરેલીના પીએસઆઇ કુસુમબેન પરમારની બદલી વડોદરા ગ્રામ્ય ખાતે કરવામાં આવી છે.
અમરેલીના લેટરકાંડ મામલે પોલીસ પર સવાલો ઉઠી રહ્યા છે. યારે પાયલ ગોટી જેલથી બહાર આવી ત્યારે તેણે પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. જેમાં પાયલે કહ્યું હતું કે, તેને પોલીસ દ્રારા પટ્ટા મારવામાં આવ્યા હતા. ત્યારે પાયલ ગોટીના પોલીસ સામેના આક્ષેપોને લઈને સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવી હતી. જેમાં ડીવાયએસપી એ.જી.ગોહિલ, મહિલા પીઆઈ . આઇ.જે. ગીડા, મહિલા પીએસઆઇ એચ.જે.બરવાડીયાનો સમાવેશ કરવામાં આવ્યો હતો.સુરતની ૨૦૦ જેટલી મહિલાઓએ વડાપ્રધાન મોદીને પત્ર લખી પાયલ ગોટી પર લાગેલા આરોપ પર જાહેરમાં ખુલાસો કરવા માગ કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનવરાત્રીના ત્રીજા દિવસે પ્રસાદ માટે બનાવો શીરો, જુઓ રેસીપી
April 01, 2025 05:07 PMઉનાળામાં પહેરો આ રંગના કપડાં, ઠંડકનો અનુભવ થશે અને મળશે પરફેક્ટ લુક
April 01, 2025 04:38 PMજો એક મહિના માટે ડુંગળી અને લસણ ખાવાનું બંધ કરી દો, તો શરીરમાં કોઈ ફેરફાર જોવા મળશે?
April 01, 2025 04:15 PMતું અપશુકનીયાળ છો એટલે સુપર માર્કેટ બંધ થઈ ગઈ કહી સાસરીયાઓનો પુત્રવધુને ત્રાસ
April 01, 2025 03:36 PMજામનગરમાં ૧૫ વર્ષની બાળા પર દુષ્કર્મ: મૃત બાળકને જન્મ આપ્યો
April 01, 2025 03:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech