આજે કોંગ્રેસની સીઈસી બેઠક: ૧૦૦થી વધુ બેઠકો માટે ઉમેદવારો થશે નક્કી

  • March 07, 2024 11:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લોકસભા ચૂંટણી માટે ૧૩ રાયોની ૧૦૦ થી વધુ બેઠકો માટે ઉમેદવારો નક્કી કરવા માટે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની પ્રથમ બેઠક આજે સાંજે ૬ વાગ્યે શ થશે. બેઠકમાં ઉમેદવારોના નામ પર સહમતિ થયા બાદ આગામી બે–ત્રણ દિવસમાં તેમની જાહેરાત થઈ શકે છે. લોકસભાની ચૂંટણીની જાહેરાત થવામાં હજુ ગણતરીના દિવસો બાકી છે. યારે ભાજપે ૧૯૫ બેઠકો માટે ઉમેદવારો નક્કી કર્યા છે. કોંગ્રેસના અનેક સાથી પક્ષોએ પણ ઉમેદવારોની યાદી બહાર પાડી છે.

કોંગ્રેસમાં વિવિધ રાયોની સ્ક્રીનિંગ કમિટીની બેઠકો ચાલી રહી છે. આ બેઠકોમાંથી સિંગલ અને બે થી ત્રણ નામવાળી પેનલ સીઈસીને મોકલવામાં આવી રહી છે. હવે સીઈસી આ અંગે અંતિમ નિર્ણય લેશે. પ્રથમ બેઠકમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને અન્ય રાયોની બેઠકોના ઉમેદવારોના નામ પર ચર્ચા થશે. સૂત્રોએ જણાવ્યું કે પાર્ટી પહેલા આ રાજયોમાં વર્તમાન સાંસદોના નામ પર ચર્ચા કરશે. બીજી તરફ બિન–વિવાદિત બેઠકો પરના ઉમેદવારોના નામ પ્રથમ યાદીમાં આવી શકે છે.

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે સ્પષ્ટ્ર કહ્યું છે કે સીઈસીની આ પ્રથમ બેઠક છે. આનો સીધો અર્થ એ થયો કે પાર્ટીને તેના ઉમેદવાર નક્કી કરવામાં વધુ સમય લાગી શકે છે. મહારાષ્ટ્ર્ર અને બિહાર જેવા રાયોમાં કોંગ્રેસની બેઠકોની વહેંચણી તેના સહયોગીઓ સાથે થવાની બાકી છે. આવી સ્થિતિમાં, આ રાયોની વધુ બેઠકોમાં ચર્ચા કરવામાં આવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application