ઘીનો ૧૨૦ લી., વનસ્પતિ તેલનો ૩૨ લી., પામોલીન તેલનો ૧૦૦ લી. અને ઈન્ટર એસ્ટરીફાઇડ વેજ ફેટનો ૩૦૦ લી. જથ્થો જપ્ત: ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનરની સુચનાથી સઘન તપાસ: જામનગરમાં ટુંકા ગાળામાં બીજી વખત નકલી ઘી ઝડપાતા લોકોમાં ચિંતા
જામનગર સહિત રાજયભરમાં નકલી અને ભેળસેળયુકત ખાદ્ય પદાર્થ વેંચતા એક પ્રકારે ખાદ્ય માફીયા તત્વો બેફામ બન્યા છે, હજુ થોડા અરસા પહેલા જ જામનગર પોલીસે દિગ્વિજય પ્લોટમાંથી નકલી ઘીનો કાળો કારોબાર પકડી પાડયો હતો ત્યારે ગઇકાલે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા પણ ભેળસેળયુકત ઘી અથવા કહો કે નકલી પ્રકારનો ઘીનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે અને વધુ એક વખત લોકોના આરોગ્ય સાથે ચેડા કરતું કારસ્તાન પકડાયું છે, અત્રે જરુરી છે કે, આવા ભેળસેળીયા તત્વો સામે લગત તમામ તંત્ર આકરામાં આકરા પગલા લે, કારણ કે આ બાબત સીધેસીધી લોક આરોગ્ય સાથે જોડાયેલી છે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની જામનગર કચેરી દ્વારા ઘીમાં ભેળશેળ કરતી પેઢી ખાતે રેડ કરી રુા. ૨.૫ લાખની કિંમતનો આશરે ૬૦૦ લીટર જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
વધુ વિગતો આપતા તેમણે કહ્યું હતું કે, જામનગર ખાતે હિરેન ટ્રેડર્સ પેઢીમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રેડ કરી શંકાસ્પદ ઘીના નમૂના લેવાની કામગીરી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આ પેઢી ઘી બનાવવા માટેનો ફુડ પરવાનો ધરાવતા હતા, પરંતુ ત્યાં વગર પરવાને ગેરકાયદેસર ઈન્ટર એસ્ટરીફાઇડ વેજ ફેટનો જથ્થો પણ ઉત્પાદન કરવામાં આવતો હતો. ઘીમાં ભેળશેળ કરવા માટેના વનસ્પતિ તથા પામોલીન તેલ પણ મળી આવ્યું હતું.
પેઢીના માલીક મહેશકુમાર ચાંદ્રા પાસેથી રાજભોગ ઘીના નમૂના લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત એડલ્ટન્ટરન્ટ તરીકે વનસ્પતી તથા પામોલીન તેલ, ઈન્ટર એસ્ટરીફાઇડ વેજ ફેટ મળી સ્થળ પરથી કુલ ૦૬ નમૂનાઓ લેવામાં આવ્યા છે. નમૂના લીધા બાદ ઘીનો ૧૨૦ લી., વનસ્પતિ તેલનો ૩૨ લી., પામોલીન તેલનો ૧૦૦ લી. અને ઈન્ટર એસ્ટરીફાઇડ વેજ ફેટનો ૩૦૦ લી. મળી કુલ ૫૫૦ લી.થી વધુ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
આ ખાધપદાર્થ બિન-આરોગ્યપ્રદ હોઈ તેનો પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech