બગસરાની નિર્માણાધીન સરકારી હોસ્પિટલના કામમાં ચાલતું લોલમલોલ

  • February 02, 2024 03:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બગસરામાં રૂપિયા ૪.૭૫ કરાડના ખર્ચે નવી બની રહેલી સરકારી હોસ્પિટલમાં ભ્રષ્ટાચારની બુ આવી રહ્યાનું નાગરિકો દ્વારા ચર્ચાઇ રહ્યું છે.  આ કામનો કોન્ટ્રાક્ટ રવિ કન્સ્ટ્રકશન નામની અમદાવાદની એજન્સીને આપવામાં આવ્યો છે વધુમાં જાગૃત નાગરિકો દ્વારા ચર્ચાઇ રહ્યું છે કે હોસ્પિટલના બાંધકામમાં ઉપયોગમાં લેવાતી સિમેન્ટની ઇંટો પકાવી ઉપયોગમાં લેવાની હોય છે પરંતુ કોન્ટ્રાકટર દ્વારા આ ઇંટો ત્યાં જ બનાવીને તેનો ઉપયોગ કરી રહ્યા છે. રેતી પણ નબળી ગુણવત્તાની તેમજ લોખંડ પણ ઓછું વાપરવામાં આવી રહ્યાનું જણાઇ રહ્યું છે. આ બાબતે જિલ્લા  તંત્ર તપાસ કરી બાંધકામ મટીરિયલની ચકાસણી કરવામાં આવે તો દુધનું દુધ અને પાણીનું પાણી થઇ શકે છે પરંતુ આ માટે પણ જિલ્લા  તંત્રના જવાબદારોની દાનત હોવી જરૂરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News