ગુજરાતના બે મુખ્ય શહેરો અમદાવાદ અને સુરતમાં કોંક્રિટના જંગલો ભયજનક દરે ફેલાઈ રહ્યા છે. ૨૦૦૧ થી ૨૦૨૧ દરમિયાન લેન્ડસેટ સેટેલાઇટ ઈમેજ જીઓગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ (જીઆઈએસ) પર આધારિત એક અભ્યાસ દર્શાવે છે કે અમદાવાદના બિલ્ટ–અપ વિસ્તારમાં બે દાયકામાં ૩૭ ટકાનો વધારો થયો છે, યારે રાયના બીજા ક્રમના શહેર સુરતમાં બિલ્ટ–અપ વિસ્તારમાં ૬૨ ટકાનો વધારો થયો છે.
એટલું જ નહીં – અભ્યાસમાં આગાહી કરવામાં આવી છે કે અમદાવાદમાં બિલ્ટ–અપ એરિયા ૨૦૩૧માં ૬૫ ટકા થશે જે ૨૦૨૧માં ૫૬ ટકા હતો. સુરતમાં તે વધીને ૩૭ ટકા થવાની ધારણા છે જે ૨૦૨૧માં ૩૦ ટકા હતો. આ ડેટામાં મ્યુનિસિપલ કોર્પેારેશન અને શહેરી વિકાસ સત્તામંડળની મર્યાદામાં કુલ શહેરી વિસ્તારનો સમાવેશ થાય છે.
વધુમાં, અમદાવાદના કિસ્સામાં ખેતીલાયક જમીન અને સુરતના કિસ્સામાં ખુલ્લી જમીન ઇમારતોના વિસ્તરણનો ભોગ બનશે. અંદાજ મુજબ, આ શ્રેણીઓમાં ૨૦૦૧ થી ૨૦૩૧ સુધીમાં અનુક્રમે ૧૪ ટકા અને ૯ ટકાનો ઘટાડો જોવા મળશે. ચોરસ કિલોમીટરની દ્રષ્ટ્રિએ, તે અમદાવાદમાં ૧૦૧ ચોરસ કિલોમીટર અને સુરતમાં ૨૮ ચોરસ કિલોમીટર હશે.
ડેટા અને અંદાજો આઇઆઇટી રકી, પરડુ યુનિવર્સિટી ઓફ યુએસએ અને પંડિત રવિશંકર શુકલા યુનિવર્સિટી, રાયપુરના શુભમ ભટ્ટાચાર્ય, નીરવ શર્મા, મુનિઝાહ સલીમ, આરડી ગર્ગ અને કવિતા શર્મા દ્રારા 'શહેરોમાં જમીન આવરણ ફેરફારોનું અનુમાનિત મોડેલિંગમાં ભારતના રાઉન્ડ–૧ સ્માર્ટ સિટીઝ યુઝિંગ સેલ્યુલર ઓટોમેટા અને જીઆઈએસ' અભ્યાસમાંથી લેવામાં આવ્યા છે. આ અભ્યાસ તાજેતરમાં સ્પ્રિંગર જર્નલ ડિસ્કવર સિટીઝમાં પ્રકાશિત થયો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationLoC પર ભારતીય કાર્યવાહી: 40 પાકિસ્તાની સૈનિકો ઠાર, DGMO દ્વારા કરવામાં આવી પુષ્ટિ
May 11, 2025 09:00 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:55 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:53 PMઓપરેશન સિંદૂર: ભારતીય સેનાએ 100 આતંકવાદીઓને ઠાર કર્યા
May 11, 2025 08:48 PMપીએમ મોદીનો અમેરિકાને સખ્ત જવાબ; કહ્યું- કોઈ મધ્યસ્થીની જરૂર નહિ
May 11, 2025 05:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech