\
રાજકોટના વકીલ અગ્રણી અને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના પૂર્વચેરમેન દિલીપ પટેલ સહિત રાયના પાંચ વકીલ આગેવાનો સામે અલગ અલગ ફરિયાદો કરીને વકીલાતની સનદ રદ્દ કરવા સહિત સુરતના રવિન્દ્ર એમ મિક્રી, વડોદરાના નટુભાઈ કે. પટેલ અને દક્ષાબેન એસ. પટેલ તથા અમદાવાદના રાકેશ આઇ. વર્મા સામે થયેલી ફરિયાદો – રજૂઆતોને પગલે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્રારા ખુલાસો મંગાતા વકીલોની આલમમાં ભારે ચર્ચા જાગી છે.
આ અંગેની હકીકત મુજબ, રાજકોટ બાર એસોસિએશનના સેક્રેટરી સિનિયર એડવોકેટ પી.સી. વ્યાસે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં પૂર્વ ચેરમેન અને બી સી આઈ મેમ્બર દિલીપ કાનજીભાઈ પટેલ સામે ફરિયાદ કરાઈ છે. જેમાં તેમની અનેક ગેરવર્તણૂક અંગે ઉલ્લેખ કરી કડક કાર્યવાહી થાય તેવી માગણી કરવામાં આવી છે.
ફરિયાદ કરનાર પી.સી. વ્યાસે આક્ષેપો સાથે જણાવ્યું છે કે, એડવોકેટ દિલીપ કે. પટેલ રાજકોટ બારના સભ્ય છે રાજકોટ ખાતે તેઓ વકીલાતની પ્રેકટીસ કરે છે, આ દિલીપ કે. પટેલ અગાઉ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન રહી ચુકયા છે, ઉપરાંત બી.સી.જી.માં ઘણા વર્ષેા સુધી વિવિધ હોદ્દા ભોગવ્યા છે, હાલ તેઓ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં એડવોકેટ વેલ્ફેર કમિટીના ચેરમેન છે, જેથી તેઓનું વર્તન વકીલ વ્યવસાયની ગરીમાને જાળવી રાખે તેવું હોવું એ અપેક્ષિત છે. તેમ છતાં તાજેતરમાં રાજકોટના તત્કાલીન પ્રિન્સિપાલ ડિસ્ટિ્રકટ જજ આર.ટી. વચ્છાણીની બદલી સુરત મુકામે થતા દિલીપ પટેલ દ્રારા રાજકોટ કોર્ટના પટાંગણમાં મીઠાઈ વહેંચણી કરતા ફોટાઓ અને જજની બદલીના કારણે રાજકોટના વકીલોમાં હર્ષની લાગણી ફેલાઈ છે, તેવું સોશીયલ મીડિયામાં વાયરલ થયું હતું. આ જ પ્રકારની કામગીરી જામનગરના એક સિનિયર એડવોકેટ દ્રારા પેંડા વહેંચવામાં આવેલા ત્યારે ડિસ્પ્લીનરી કમિટી દ્રારા કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત જે આવી ગયા મને ખબર નથી એક દિલીપ પટેલની છે કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દિલીપ કે. પટેલ સામેની ફરિયાદ ઉપર વિચારણા કરી રહ્યું હતું.
આ ઉપરાંત પી.સી. વ્યાસે નોટરી લાઇસન્સ સંબંધે તેમજ બીસીઆઈમાં પોતાના હોદાનો દુપયોગ કર્યા અંગેની ચર્ચાના આક્ષેપો પણ કરીને દિલીપ પટેલની સમગ્ર રદ કરવાની માગણી કરવામાં આવતા, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્રારા આ બાબતે ખુલાસો પૂછવામાં આવતા વકીલ આલમમાં ભારે ચર્ચા જાગે છે. રાયમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્રારા જુદી જુદી કુલ પાંચ ફરિયાદોમાં જુદાજુદા પાંચ વકીલોનો ખુલાસો માગવામાં આવ્યો છે
આક્ષેપો પાયાવિહોણા ગણાવતા દિલીપ પટેલ
બીસીજી દ્રારા ખુલાસો પૂછવામાં આવ્યા બાબતે રાજકોટના વકીલ આલમમાં જાગેલી ચર્ચા અંગે એડવોકેટ દિલીપ પટેલે જણાવ્યું હતું કે બીસીજી દ્રારા મને એક ને જ નહીં પરંતુ રાયના અન્ય ચાર વકીલોનો પણ તેમની સામે થયેલી ફરિયાદો બાબતે ખુલાસો માગવામાં આવ્યો છે, મારી પર જે આક્ષેપો કરવામાં આવ્યા છે, તે તદન વાહીયાત છે. પ્રિન્સિપાલ જજની બદલી થતાં પેંડા વહેંચ્યાના વાયરલ મેસેજ સંદર્ભે પોતે રાજકોટમાં નહીં હોવાનો અને આ બાબતે રાજકોટ બાર એસોસિએશન દ્રારા પોતાની વિદ્ધ કરવામાં આવેલો ઠરાવ પણ રદ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિધાનસભાના બજેટ સત્રમાં નિયમ ૪૪ હેઠળ સરકાર જંત્રી દરમાં ઘટાડો કરે તેવા સંકેત
January 23, 2025 03:11 PMગુજરાતમાં છેલ્લા ૧૦ વર્ષમાં દીકરીઓના નામાંકન દરમાં ૩૩ ટકાનો વધારો નોંધાયો
January 23, 2025 03:09 PM9 અબજ ડોલરથી 57 અબજ ડોલર સુધી, 10 વર્ષમાં ગુજરાતના FDI ઇક્વિટી ઇન્ફ્લોમાં 500 ટકાથી વધુનો વધારો
January 23, 2025 03:07 PMઅનોખી કામીગીરી: દારૂ નહીં સાયલેન્સર પર રોડ રોલર ફેરવાયું
January 23, 2025 03:06 PMજૂનાગઢમાં PSIની દોડ લગાવ્યા બાદ યુવાનનું હાર્ટ એટેકથી મોત
January 23, 2025 03:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech