જામનગરમા ખાનગી ટ્રાવેલ્સના ઓપરેટરોને થતી હેરાનગતિ અંગે જિલ્લા કલેકટરને આવેદન

  • June 28, 2024 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના એસટી વિભાગના અધિકારી દ્વારા સીઓ ચેકીંગના નામે ખાનગી ટ્રાવેલ્સ ઓપરેટરો ને દંડ કરાવાતો હોવા ની રજૂઆત સાથે આજે જામનગર ટ્રાવેલ ઓપરેટર એસોસિએશને કલેક્ટરને આવેદન પાઠવ્યું છે.


જામનગર-ખંભાળિયા માર્ગ પર નાઘેડી પાસે ગઈકાલે એસટી વિભાગના અધિકારી તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા સીઓ ચેકીંગ દરમિયાન ખાનગી ટ્રાવેલ્સના સંચાલક સાથે બોલાચાલી પછી એસટીના અધિકારી પર હુમલો થયાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.


તે ફરિયાદની સામે આજે જામનગર ટ્રાવેલ ઓપરેટર એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું છે. જેમાં જણાવાયા મુજબ એસટીના અધિકારી શ્રી રાદડીયા મહિના માં દસ દિવસ બહાર વખત ચેકીંગના બહાને ખાનગી ટ્રાવેલ્સની બસોને પોલીસ અથવા આરટીઓ પાસે ડીટેઈન કરાવે છે. સમગ્ર રાજ્યમાં ખાનગી ટ્રાવેલ્સની બસોમાં વર્ષાેથી મુસાફરો અવરજવર કરે છે તે મુજબ દર મહિને ખાનગી ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા કરોડો રૂપિયા ટેક્સપેટે ચૂકવવામાં આવે છે.


આમ છતાં ખાનગી ટ્રાવેલ્સ સંચાલકોને પરેશાનીનો ભોગ બનવું પડી રહ્યું છે. પરમીટ રેગ્યુલર કરવા બાબતે કોઈ કાર્યવાહી થતી નથી અને પરમીટની શરતનો ભંગ બદલ ઓછામાં ઓછો રૂ. ૧૦ હજાર દંડ વસૂલવામાં આવે છે. દર અઠવાડિયે આવી રીતે દંડની રકમ ભરવામાં આવે તો ખાનગી ટ્રાવેલ્સ સંચાલકો આર્થિક રીતે પડી ભાંગે  તેમ છે. તેથી પરમીટ રેગ્યુલર કરી આપવા પણ માગણી કરાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application