પાડોશીએ પ્રેમના નામે દુષ્કર્મ આચરી પરિણીતાને તરછોડી દેતા ફરિયાદ

  • March 12, 2024 03:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કોઠારીયા વિસ્તારમાં રહેતી પરિણીતાને પાડોશી શખસે પ્રેમજાળમાં ફસાવ્યા બાદ તેના પર દુષ્કર્મ આચરી તેને તરછોડી દેતા આ અંગે પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.કોઠારિયા રોડ વિસ્તારમાં રહેતી એક સંતાનની માતા એવી પરિણીતાએ પાડોશમાં રહેતા યોગેશ જીવરાજભાઇ જાની સામે ભકિતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, યોગેશ પાડોશમાં રહેતો હોય તેની સાથે એક વર્ષ પહેલાં પરિચય થયો હતો. પરિચય બાદ નંબરની આપ લે થઇ હતી.બાદમાં યોગેશ અવારનવાર ફોન પર વાત કરતો રહેતો હતો. અને બંને સોરઠિયાવાડી સર્કલ પાસે મળતા પણ હતા. પતિ ડ્રાઇવિંગ કામ કરતા હોય બહારગામ ગયા હોવાની યોગેશને ખબર પડતા તે ઘરે આવ્યો હતો. અને બળજબરી કરી પોતાની સાથે શારીરિક સંબધં બાંધ્યા હતા. ત્યાર બાદ યોગેશ પતિ ઘરે ન હોય ત્યારે તે ઘરે આવતો અને શરીરસંબધં બાંધતો હતો. યોગેશ તેની કારમાં સાળંગપુર પણ લઇ ગયો હતો. યાં તેને કારમાં જ પોતાની સાથે શરીરસંબધં બાંધ્યા હતા. દરમિયાન વીસેક દિવસ પહેલાં પતિની તબિયત લથડતાં તેને સારવાર માટે હોસ્પિટલ લઇ ગઇ હતી. ત્યાં યોગેશ પણ આવ્યો હતો. પતિને દાખલ કર્યા બાદ યોગેશે તું ચાલ ઘરે તેમ કહેતા તેને ના પાડતાં યોગેશે ઉશ્કેરાઇ તમાચા ઝીંકી દીધા હતા. પતિ દાખલ હતા તે સમયે પોતે યોગેશના ઘરે ગઇ હતી. ત્યારે પતિને હોસ્પિટલમાંથી રજા આપી દીધી હતી. જેથી પતિએ કયાં ગઇ હતી તેમ કહી ખીજાયા હતા. પતિ ખીજાયા બાદ યોગેશને બનાવની વાત કરતા તું તારા ઘરેથી નીકળી જા આપણે લ કરી લઇશુંની વાત કરી હતી.યોગેશની વાતમાં આવી જઇ પરિણીતા દીકરીને લઇને નીકળી જૂનાગઢ ગઇ હતી. ત્યાં ભાડાના મકાનમાં રહેતી હતી. પતિને કહ્યાં વગર ઘરેથી નીકળી ગયા બાદ તે પોતાને શોધવા નીકળ્યા હતા. જેની પોતાને જાણ થઇ જતા યોગેશને વાત કરી હતી. ત્યારે યોગેશે તારા ભાઇના ઘરે સુરત જતું રહેવાનું કહીને મોબાઇલ બધં કરી દીધો હતો. લાંબા સમય પછી પણ યોગેશનો કોઇ સંપર્ક નહીં થતા ભકિતનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પરિણીતાની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી આરોપી યોગેશ જાનીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application