સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા: જમીનનું પ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
લાલપુર પંથકના વતની એડવોકેટ પર ગઈકાલે સાંજે હુમલો કરાયો છે. ચારથી પાંચ જેટલા શખ્સો ધોકા પાઇપ વડે એડવોકેટ તૂટી પરથી પડ્યા હોવાથી તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા છે. જે મામલે પોલીસ તંત્ર દોડતું થયું છે.
લાલપુરના એડવોકેટ અનિલભાઈ પણસારા કે જેઓની હરીપર નજીક જમીન આવેલી છે, જે જમીનના પ્રશ્ને ચારથી પાંચ જેટલા વ્યક્તિ સાથે વાંધો ચાલી રહ્યો છે, અને તે જમીનના વેચાણ સંબંધે હુમલાખોરોએ એડવોકેટ સાથે તકરાર કરી હતી.
ગઈકાલે એડવોકેટ હરીપર ગામે પોતાની જમીન પાસે કાર લઈને પહોંચ્યા હતા, જે દરમિયાન અન્ય વાહનોમાં આવેલા ચારથી પાંચ જેટલા વ્યક્તિઓએ તકરાર કરી હતી, અને માથામાં તેમજ શરીરના અન્ય ભાગોમાં ધોકા-પાઇપ વડે હુમલો કરી દીધો હતો. જેથી એડવોકેટને ગઈકાલે મોડી સાંજે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ મામલે ફરીયાદ નોંધાવવા તજવીજ ચલાવવામાં આવી રહી છે.
આ બનાવની જાણ થતાં લાલપુર ની પોલીસ ટિમ ઘટના સ્થળે, તેમજ જી.જી. હોસ્પિટલ દોડી ગઈ છે, અને સમગ્ર બનાવ બાબતે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. એડવોકેટ પરના હુમલા ના બનાવને લઈને વકીલ મંડળમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે.
***
દ્વારકાના યુવાન પર હથિયારો વડે જીવલેણ હુમલો: મહિલા સહિત ચૌદ સામે ફરિયાદ
દ્વારકા તાબેના વરવાળા ગામે રહેતા જુમાભાઈ ઉર્ફે ડાડો ઈશાભાઈ જુસબભાઈ ઢોકી નામના ૩૪ વર્ષના માછીમાર યુવાન ગઈકાલે મંગળવારે તેમના પત્નીને સાથે લઈ અને દવાખાને જઈ રહ્યા હતા, ત્યારે દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાંથી પસાર થતા અહીં અગાઉના ઝઘડા તથા તકરારનો ખાર રાખી અને પૂર્વયોજીત કાવતરું રચીને આરોપી ગુલાબ હુસેન ઈસા લુચાણી, ઈસ્માઈલ ઈસા લુચાણી, જેનુલ ઈસા, ગફુર ઈસા, ઈરફાન ઉર્ફે લાલુ કાસમ, કાસમ ઈસા, સતાર સુમાર ઢોકી, સાદિક સત્તા ઢોકી, હાસમ સુમાર ઢોકી, ઈમરાન હાસમ ઢોકી, અસગર સતાર ઢોકી, સબીર સતાર ઢોકી અને રુકસાના ઉર્ફે રૂકુ હાસમ ઢોકી નામના ૧૪ શખ્સોએ એકસંપ કરી અને ફરિયાદી જુમાભાઈ ઢોકી ઉપર ભાલુ, છરી, લોખંડના પાઇપ, લાકડીઓ, ધોકા વિગેરે જેવા હથિયારો વડે તૂટી પડ્યા હતા.
આમ, ગેરકાયદેસર રીતે મંડળી રચી અને આરોપીઓએ ફરિયાદી જુમાભાઈ ઉપર હુમલો કરી, બિભત્સ ગાળો કાઢી, અને તેમની મોટરકારમાં હથિયારો વડે નુકસાની કર્યાની ધોરણસર ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવે છે. જે અંગે પોલીસે આરોપીઓ સામે આઈ.પી.સી. કલમ ૩૨૩, ૫૦૪, ૧૨૦ (બી), ૪૨૭, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. આર.એચ. સુવા દ્વારા હાથ ધરવામાં આવી છે.
***
મીઠાપુરના યુવાનને અપમાનિત કરી, હુમલો કરતા બે શખ્સો સામે ફરિયાદ
મીઠાપુર તાબેના ભીમરાણા ગામે રહેતા અરજણભાઈ અજુભાઈ રોશિયા નામના ૨૭ વર્ષના અનુસૂચિત જાતિના યુવાનને શિવરાજપુર પાટીયા પાસેના માર્ગે જતા અનિલ માણેક અને રમેશ રવુભા સુમણીયા દ્વારા બિભત્સ ગાળો કાઢી, જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યાની તથા ઢીકા-પાટુનો માર માર્યાની તથા ફરિયાદી અરજણભાઈની મોટરકાર પર પથ્થરના ઘા મારી, કાચ તોડી નાખ્યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાઈ છે. જે અંગે પોલીસે આઈપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૪૨૭, ૧૧૪ તથા એટ્રોસિટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ ડીવાયએસપી સાગર રાઠોડ દ્વારા હાથ ધરવામાં આવી છે.
***
તું ડાકણ છો" કહીને લાંબા ગામના મહિલા પર બે મહિલાઓ દ્વારા લાકડી વડે હુમલો
કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતા મીણીબેન વીરાભાઈ ભીખાભાઈ કંડોરીયા નામના ૫૦ વર્ષના આહિર મહિલાને "તું ડાકણ છે, અમારા છોકરાને કરી મૂકે છે"- તેમ કહીને નયનાબેન રાજુભાઈ ચેતરીયા અને શીતલબેન કિશનભાઈ ચેતરીયા દ્વારા લાકડી વડે બેફામ માર મારી, પથ્થરના ઘા કરીને વ્યાપક ઈજાઓ કર્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે કલ્યાણપુર પોલીસે આરોપી નયનાબેન તથા શીતલબેન સામે આઈપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૧૧૪ તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, જરૂરી કાર્યવાહી કરી હતી.
***
ધ્રોલમાં મહિલા સહિત બેે ને બેટ વડે માર માર્યાની રાવ
ધ્રોલમાં રહેતા મહિલાને તથા અન્યને બેટ વડે માર મારી ઇજા કર્યાની બે શખ્સ સામે ફરીયાદ નોંધાવવામાં આવી છે.
ધ્રોલના ગોકુલ-૪ ખાતે રહેતા ગુલાબબેન અશ્ર્વીનભાઇ કલોલા (ઉ.વ.૩૪) નામની મહિલા ગત તા. ૨૪ રાત્રીના દસેક વાગ્યાના સુમારે ઘરની બહાર નીકળતા એક શખ્સે બેટ મારી તથા ધકો મારીને પછાડી દઇ અન્યને હાથમાં બેટથી ફ્રેકચર જેવી ઇજા કરી વાંસામાં બેટના ઘા ઝીંકી દઇ મુંઢ ઇજા કરી હતી.
આ વેળાએ રાહદારી છોડાવવા આવતા અજાણ્યા શખ્સે મારામારી કરી હતી, ગુલાબબેન દ્વારા આ બનાવ અંગે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં રાજભા ખંભાળીયાવાળો અને એક અજાણ્યા શખ્સ વિરુઘ્ધ જુદી જુદી કલમ મુજબ ફરીયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમાતુશ્રી કેસર ઓર્ગેનિક ફાર્મના લક્ષ્મણભાઈ પટેલની ફાર્મ ટુ હોમ યાત્રા પહોંચી વિદેશ સુધી
December 23, 2024 10:33 AMમંદિર હોવાના પૂરાવા મળ્યા છે, અમે તેને લઈને જ રહીશુંઃ સંભલ વિવાદ પર સ્વામી રામભદ્રાચાર્યનો મોટો દાવો
December 23, 2024 10:26 AMખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech