શહેરના ભકિતનગર સ્ટેશન પ્લોટ પાસે આવેલી રાણી લક્ષ્મીબાઇ સરકારી શાળામાં અભ્યાસ કરતી ધો.10 ની બે બહેનપણી ઘરેથી શાળાનું જવાનું કહી નીકળ્યા બાદ શાળાએ ન પહોંચી લાપતા થઇ જતા આ મામલે બંનેના પિતા દ્વારા માલવિયાનગર પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે અપહરણનો ગુનો નોંધી બંનેની શોધખોળ શરૂ કરી છે.
અપહરણના આ બનાવવાની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટમાં ગોંડલ રોડ પાસેના વિસ્તારમાં રહેતા યુવાને માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેમને સંતાનમાં ત્રણ પુત્રી અને બે પુત્ર છે. ગઈકાલે સવારના ફરિયાદી શાપર કામ પર ગયા હતા ત્યારે તેમના પત્નીનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, આપણી દીકરીની સ્કૂલેથી ફોન આવ્યો હતો કે તે સ્કૂલે આવી નથી જેથી તમે ઘરે આવો. જેથી ફરિયાદી તુરંત ઘરે ગયા હતા. બાદમાં દીકરીની શાળાએ જઈ પૂછતા પ્રિન્સિપાલે કહ્યું હતું કે, તે સવારથી શાળાએ આવી જ નથી. બાદમાં આસપાસમાં તપાસ કરી હતી. પરંતુ દીકરીનો ક્યાંય પતો ન લાગતા અંતે આ મામલે પોતાની 15 વર્ષની દીકરી ગુમ થયા અંગે માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે મવડી મેઇન રોડ વિસ્તારમાં રહેતા યુવાને માલવિયાનગર પોલીસમાં પોતાની 14 વર્ષની દીકરી ગુમ થયા અંગે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે ગઈકાલે સવારે આઠેક વાગ્યે ફરિયાદીના પત્ની જાગ્યા હતા અને જણાવ્યું હતું કે આપણી દીકરી પ્રવાસમાં જવાનું કહેતી હતી અને મેં તેને કહ્યું હતું કે, તારા પપ્પાએ પ્રવાસમાં જવાની ના કહી છે તું સ્કૂલે ચાલી જા જેથી તે સ્કૂલ નો ડ્રેસ પહેયર્િ વગર ચાલી ગઈ હોય જેથી શંકા જતા દીકરી જ્યાં અભ્યાસ કરતી હતી તે સ્કૂલે તપાસ કરતા સ્કૂલ ટીચર તથા પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે તે સવારથી આવી જ નથી જેથી આ બાબતે આસપાસ તપાસ કયર્િ બાદ અંતે પોલીસને જાણ કરી હતી.
બંને સગીરા ગુમ થયા અંગે માલવિયાનગર પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં બંને સગીરા રાણી લક્ષ્મીબાઈ સ્કૂલમાં ધોરણ 10 માં અભ્યાસ કરે છે અને બંને બહેનપણી છે. જેથી બંને સ્કૂલે જવાનું કહી સાથે જ નીકળી ગઈ હોવાની શંકા સેવાઈ રહી છે. પોલીસે આ બંને સગીરાઓને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિંધુ જળ સંધિ પર પાકિસ્તાનને મોટો ઝટકો, વિશ્વ બેંકે કહ્યું કે અમે કંઈ ન કરી શકીએ
May 09, 2025 06:24 PMજામનગરમાં મનીષ ડાંગરિયા સામે સોશિયલ મીડિયામાં ભારત પાક યુદ્ધ પર પોસ્ટ કરતા નોંધાઈ ફરિયાદ
May 09, 2025 05:38 PMજામનગર: ભારત પાકિસ્તાન વચ્ચે તળાવને લઈને દરિયાકાંઠે ચુસ્ત પોલીસ બંદોબસ્ત
May 09, 2025 05:30 PMભરતનગરમાં વરસાદનું વિઘ્ન હટતા મસ્જિદનું દબાણ દૂર કરવા કાર્યવાહી
May 09, 2025 04:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech