સિદસરમાં લગ્ન વખતે નોંધણી ફોર્મમાં છુટાછેડા લીધેલ પુત્રીની વિગતો છુપાવી
2021ની સાલમાં જામજોધપુરના સિદસર માતાજીના મંદિર ખાતે તાલાળાના યુવાનના લોધીકાની યુવતિ સાથે લગ્ન થયા હતા જેમાં જે તે વખતે યુવતિના પિતા દ્વારા પોતાની છુટાછેડા લીધેલ પુત્રીને નોંધણી ફોર્મમાં અપરણીત હોવાનું જણાવીને વિગતો છુપાવી હતી. જે બાબત સામે આવતા જમાઇ દ્વારા સસરા સામે વિશ્ર્વાસઘાત કયર્નિી ફરીયાદ કરવામાં આવી છે.
ગીર સોમનાથ જીલ્લાના તાલાળા તાલુકાના રમળેચી ખાતે રહેતા અને વેપાર કરતા નિરજ ઉર્ફે લાલો મનસુખભાઇ કમાણી (ઉ.વ.36) નામના યુવાને જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ગઇકાલે રાજકોટ જીલ્લાના લોધીકા તાલુકાના સાંગસીયાળી ગામના કલ્પવન સોસાયટી આસે એટલાન્ટીક હાઇટસ બ્લોક ડી 202 ખાતે રહેતા કાંતીલાલ કાનજીભાઇ ઘેટીયાની વિરુઘ્ધ આઇપીસી કલમ 406 મુજબ ફરીયાદ નોંધાવી છે.
ફરીયાદી નિરજભાઇએ નોંધાવેલી ફરીયાદ મુજબ આરોપી કાંતીલાલે તેઓની પુત્રી ખુશ્બુના ફરીયાદી સાથે 2021ની સાલમાં સીદસર ગામે ઉમીયા માતાજીના મંદિર ખાતે લગ્ન કરાવ્યા હતા, ગત તા. 19-1-21ના સીદસર મંદિર ખાતે લગ્ન સમયે તેઓની પુત્રી અગાઉ પરણીત હોય અને છુટાછેડા લીધેલ હોવા છતા લગ્ન નોંધણી ફોર્મમાં અપરણીત હોવાની હકીકત દશર્વિી હતી.
સમય જતા ફરીયાદીને છુટાછેડા લીધેલ અને અપરણીત હોવાની દશર્વિેલી વિગતો બાબતે જાણ થઇ હતી આથી ફરીયાદીથી આરોપીએ વિગત છુપાવી તેની સાથે વિશ્ર્વાસઘાત કયર્નિું સામે આવતા નિરજભાઇ દ્વારા જામજોધપુર પોલીસમાં કાંતીલાલ વિરુઘ્ધ ફરીયાદ કરતા હેડ કોન્સ કંચવા આ અંગેની તપાસ ચલાવી રહયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆતંકવાદ સામે ભારતનું મિશન! 'ઓપરેશન સિંદૂર' હેઠળ 33 દેશોમાં ગાજશે પાકિસ્તાનની કરતૂતો
May 18, 2025 12:05 PMઆજનું રાશિફળ : આ રાશિના લોકોને દરેક જગ્યાએ સફળતાના મળશે, મળી શકે છે સારા સમાચાર
May 18, 2025 08:59 AMઇઝરાયલનું ગાઝા પર મોટું આક્રમણઃ ત્રણ દિવસમાં મોતનો આંકડો 250ને પાર
May 17, 2025 08:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech