મારી નાખવાની ધમકી આપતા લેન્ડ ગ્રેબિંગ અને એટ્રોસિટી હેઠળ ગુનો
કલ્યાણપુરમાં રહેતા એક મહિલા તેમજ તેમના પરિવારની રૂપિયા 50 લાખ જેટલી કિંમતની સાડા બાર વીઘા જમીન વાવવા માટે રાખ્યા બાદ પચાવી પાડતા ચપર ગામના પિતા-પુત્ર સામે લેન્ડ ગ્રેબિંગ તેમજ એટ્રોસિટી સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો છે.
આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ કલ્યાણપુરના મફતિયા પરા વિસ્તારમાં રહેતા સુશીલાબેન ભીમાભાઈ ગાંગાભાઈ ગોરડીયા નામના 47 વર્ષના અનુસૂચિત જાતિના મહિલા તેમજ તેમના ભાઈ-બહેનની સંયુક્ત માલિકીની જમીન ચપર ગામે આવેલી સર્વે નંબર 75 વાળી કુલ સાડા બાર વીઘા જમીન તેમના પિતાએ ચપર ગામના રામશીભાઈ મુરુભાઈ કરમુર અને લખમણ રામશીભાઈ કરમુરને વાવવા માટે આપી હતી.
આ પછી સુશીલાબેન તેમજ તેમના પરિવારજનોએ ઉપરોક્ત બંને આસામીઓને જમીનનો કબજો ખાલી કરી આપવા જણાવ્યું હતું. પરંતુ બંને આરોપીઓએ જમીન તમને આપવી નથી. તમારાથી થાય તે કરી લો અને હવે પછી જમીન બાબતે આવ્યા છો તો જાનથી મારી નાખીશું- તેવી ધમકી આપ્યાનું પોલીસમાં જાહેર થયું છે.
આમ, બંને આરોપીઓ દ્વારા આશરે 50 લાખ જેટલી કિંમતની જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરી, પચાવી પાડીને તેનો ઉપભોગ કરતા આ સમગ્ર પ્રકરણ અંગે કલ્યાણપુર પોલીસે લેન્ડ ગ્રેબિંગ, એટ્રોસિટી સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ ડીવાયએસપી સાગર રાઠોડ દ્વારા હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવડિયા–બાંટવા દેવળીના ખખડધજ રોડનું મુહૂર્ત કયારે? ધારાસભ્યએ કરેલા વાયદાઓ પોકળ સાબિત થયા
November 14, 2024 09:54 AMઆજનું રાશિફળ: આ રાશિના લોકોને આજે કેટલાક સારા સમાચાર મળશે, નાણાકીય લાભની ટકાવારીમાં વધારો થશે
November 14, 2024 08:57 AMખ્યાતિ હોસ્પિટલ વિવાદ: પોલીસે હોસ્પિટલના તમામ સંચાલકો વિરુદ્ધ સદોષ માનવ વધનો ગુનો દાખલ
November 13, 2024 11:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech