જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ઉચ્ચકક્ષાએથી મળેલી સુચના પ્રમાણે પોરબંદર પોલીસે ડોકયુમેન્ટ વેરીફીકેશન માટેની કામગીરી સાગરપુત્રોના વિસ્તારમાં હાથ ધરી હતી જેમાં મચ્છીના દંગાના આઠ માલિકો સામે એફ.આઇ.આર. થઇ છે.
પહેલગામ ખાતે ફરવા ગયેલા પ્રવાસીઓ ઉપર અંધાધૂંધ ગોળીબાર કરીને ૨૭ લોકોએ આતંકવાદીઓએ મોતને ઘાટ ઉતાર્યા બાદ સમગ્ર દેશમાં એલર્ટ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયુ છે અને ઠેર-ઠેર બાંગ્લાદેશીઓ સામે તપાસ હાથ ધરવામાં આવી છે. પોરબંદરમાં પણ જિલ્લાપોલીસવડા ભગીરથસિંહ જાડેજાની સુચના મુજબ રવિવારે દિવસભર બાંગ્લાદેશી ઘુસણખોરોના ચેકીંગ અન્વયે મચ્છીના દંગામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યાં કોઇ બાંગ્લાદેશી મળી આવ્યા ન હતા પરંતુ આઠ જેટલા મચ્છીના દંગામાં પરપ્રાંતીય ઇસમોને કામે રાખ્યા હતા પરંતુ દંગાના માલિકોએ તે અંગેની જાણ નજીકના પોલીસ સ્ટેશનમાં કરી નહી હોવાથી દંગાના તમામ માલિકો સામે ગુન્હા દાખલ થયા છે.
પોરબંદરના નગીના મસ્જીદ સામે રહેતા સિરાજ હબીબ બેરાએ મચ્છીમાર્કેટમાં નાગાણી ફીશ, મચ્છીમાર્કેટ પાસે નવાપાડામાં રહેતા પ્રિતેશ નરસી લોઢારીએ લકડીબંદરમાં આવેલા પદમાવતી સી ફૂડના દંગામાં, મેમણવાડામાં રહેમાની મસ્જીદ પાસે રહેતા અબ્દુલ રસિદ ઇબ્રાહીમ દાંડીયાએ લકડીબંદરમાં આવેલ બીલાલ ફીશ સપ્લાયર નામના દંગામાં, ઝવેરીબંગલા વિસ્તારમાં આવેલ ક્રિષ્નાપાર્કમાં રહેતા પરેશ નાથાભાઇ લોઢારીએ લકડીબંદરમાં આવેલ એચ.એફ.સી. ફૂડ નામના દંગામાં, ખારવાવાડના રામદેવપીર મંદિર પાછળ રહેતા અશ્ર્વિન વિજય સીંધવે ચુનાભઠ્ઠા પાસે આવેલ લક્ષ્મી ફીશ નામના દંગામાં, બોખીરાના મુરલીધર પાર્ક-૨માં વાછરાડાડાના મંદિર પાછળ રહેતા રાજેશ જગદેવ ગોહેલે જાવર ગામે અમરસાગર ફેકટરીની પાછળ પોતાની માલિકીના દંગામાં, ઝુરીબાગ શેરી નં. ૬માં રહેતા વિનોદ માધવજીભાઇ શિયાળે જાવર ગામે હીરાવતી ફેકટરી પાછળ મચ્છીના દંગામાં પરપ્રાંતીય મજૂરોને કામે રાખ્યા હતા પરંતુ તેની જાણ નજીકના પોલીસમથકમાં નહી કરતા અને તેઓની નોંધણી નહી કરાવતા જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ થયો છે.
આ તમામ ઇસમોએ તેમના મચ્છીના દંગામાં અન્ય રાજ્યના શ્રમિકોને કામે રાખ્યા હતા અને જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા એવુ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે કે કોઇપણ પરપ્રાંતીય ઇસમને કામે રાખતી વખતે તેનું નામ, સરનામુ, આધારકાર્ડ સહિતની માહિતીની નોંધ નજીકના પોલીસસ્ટેશનમાં કરાવવાની રહેશે પરંતુ ઘણાખરા માલિકો આ પ્રકારની નોંધ કરાવતા નથી તેથી હાલની પરિસ્થિતિ અનુસંધાને ઘુસણખોરોની તપાસ થઇ રહી છે ત્યારે પોલીસે મચ્છીના દંગાના આઠ માલિકો સામે જાહેરનામા ભંગના ગુન્હા નોંધીને ધરપકડની કાર્યવાહી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચોમાસા પહેલા જામનગરમાં જોખમી ઈમારતોનો સર્વે
May 19, 2025 06:25 PMજામનગર આઇટીઆઇમાં પ્રવેશ મેળવવા માટે તા.૩૦ જૂન સુધી ફોર્મ ભરી શકાશે
May 19, 2025 05:45 PMકલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર જીલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
May 19, 2025 05:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech