નાગરિક બેંકના વા.ચેરમેન સામે છેતરપિંડીનો ગુનો નોંધવા ફરિયાદ અરજી: પોલીસ તપાસ

  • December 09, 2024 04:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ પાસેના માલિયાસણ ગામની સીમમાં આવેલી કિંમતી જમીનના વેચાણ પેટે પિયા ૫૧ લાખ લઇ લીધા બાદ વિધવાને દસ્તાવેજ ન કરી દેવા અંગે મહિલાએ રાજકોટ નાગરિક બેંકના વાઇસ ચેરમેન અને તેના સગા નાના ભાઇ સામે છેતરપિંડી અંગેનો ગુનો નોંધવા લખિત ફરિયાદ અરજી આપી છે.જે અંગે પોલીસે તપાસ શ કરી છે.
પ્રા વિગતો મુજબ,રાજકોટના અણીયારા ગામે રહેતાં કાંતાબેન મનજીભાઇ વઘાસિયાએ કુવાડવા પોલીસ સ્ટેશનના કરેલી લેખીતમાં કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, તેમના પતિ હયાત હતા ત્યારે માલિયાસણના રેવન્યુ સર્વે નં.–૨૩૩ પૈકી ૪, ૩૩૩૧ પૈકી ૨૨ તથા ૩૩૩૧ પૈકી ૨૩ની કુલ મળી ૧૦ એકર ૧૦ ગુઠ્ઠા જમીન જીવણભાઇ જાદવ જાગાણી અને તેમના સગા નાનાભાઇ ઇશ્વર જાદવ જાગાણી પાસેથી પિયા ૪.૧૦ કરોડમાં વેચાણથી લેવાનું નક્કી થયું હતું. તેના અવેજ પેટે પિયા ૫૧ લાખ આરડીસી બેંકના ત્રંબા શાખાના અલગ–અલગ ત્રણ ચેકથી વર્ષ ૨૦૧૦માં ચુકવી આપ્યા હતા.
લેખિત ફરિયાદ અરજીમાં વધુમાં જણાવ્યું છે કે, ગત તા. ૫–૧૨–૨૦૨૦ના રોજ મહિલાના પતિનું અવસાન થયા બાદ રાજકોટ નાગરિક બેંકના વાઇસ ચેરમેન જીવણભાઇ જાગાણી અને તેમના ભાઇને અગાઉ નક્કી થયા મુજબ રકમ લઇને દસ્તાવેજ કરી દેવા અનેક વખત રજૂઆત કરી હતી. જોકે જાગાણી બંધુએ કોઇ જવાબ આપ્યો ન હતો અને પોતે રાજકીય વગ ધરાવતા હોવાથી પોલીસ પોતાનું કઇં કરી શકશે નહીં તેમ કહી ધમકી આપી હતી.જેથી આ અંગે કાંતાબેને કુવાડવા પોલીસ મથકમાં ફરિયાદ અરજી આપી બન્ને સામે આઇપીસી કલમ ૪૦૬, ૪૨૦ અને ૧૧૪ મુજબ ગુનો નોંધવા માગણી કરી છે.


જમીનનો સોદો નક્કી થયા બાદ દસ્તાવેજ કરાવવા કોઇ આવ્યું જ નથી: જીવણભાઇ
આ સમગ્ર વિવાદ મામલે નાગરિક બેંકના વાઇસ ચેરમેન જીવણભાઇ જાગાણીએ જણાવ્યું હતું કે,તેમની આ ૧૦ એકર ૧૦ ગુઠ જમીન એકરના ૪૦ લાખના હિસાબે સોદો કર્યેા હતો. સોદો થયા બાદ મહિનામાં બે મહિનામાં દસ્તાવેજ કરવાનો હતો.પણ કોઇ દસ્તાવેજ કરવા માટે આવ્યું જ નથી.આ બાબતે હાલમાં કોર્ટમાં પણ કેસ ચાલે છે. કોર્ટનું જજમેન્ટ જે આવશે તે અમને સ્વીકાર્ય રહેશે.કોર્ટ પૈસા પરત આપવાનું કહેશે તો તે અને જો સોદો કેન્સલ કરવાનું કહેશે તો સોદો રદ કરી દઇશ તેવું કહ્યું હતું.સાથોસાથ તેમણે એવું પણ કહ્યું હતું કે મેં કદી કોઇને ધમકી આપી નથી.આ મેટર મારી અંગત મેટર છે તેને બેંક સાથે કોઇ લેવાદેવા નથી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application