પશ્ચિમ બંગાળના જારગન વિસ્તારના મૂળ રહીશ અને હાલ ખંભાળિયા - જામનગર હાઈવે પર ટોલ ગેઈટ વિસ્તારમાં રહેતો ચંદનગીરી સમરેસગીરી નામનો શખ્સ છેલ્લા કેટલાક સમયથી અહીંના ધરમપુર-દાતા ટોલ પ્લાઝામાં આવેલા કંટ્રોલ રૂમમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતો હતો.
આ શખ્સ દ્વારા થોડા દિવસો પૂર્વે પોતે જે ઓફિસમાં બેસતો હતો તે ઓફિસના ટેબલના ખાનામાં રહેલી ટોલ પ્લાઝા કંપનીની કુલ રૂપિયા ૮૫,૦૦૦ ની રોકડ રકમ ચોરી કરીને નાસી છૂટ્યો હોવાનું ખુલવા પામ્યું છે. જે અંગે ખંભાળિયા પોલીસે ટોલ પ્લાઝાના મેનેજર પ્રતાપ શંકરરાવ ભૈયટે (ઉ.વ. ૫૬, રહે. મૂળ ખારગર, પનવેલ) ને ફરિયાદ પરથી કર્મચારી ચંદનગીરી સામે આઈ.પી.સી. કલમ ૩૮૧ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. આર.જી. વસાવા દ્વારા હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : મવડી ચોકડી નજીક જાહેરમાં ગાંજો ફૂંકતો શખ્સ કેમેરામાં કેદ, વિડિયો વાયરલ
February 23, 2025 03:24 PMહરિયાણા કોંગ્રેસમાં બળવો, વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાના નામ સ્ટાર પ્રચારકોની યાદીમાંથી દૂર
February 23, 2025 03:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech