નિર્મલા રોડ પર તબીબ ઉપર હુમલો કરનાર દર્દીના સગા સામે ફરિયાદ

  • May 10, 2024 03:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના નિર્મલા રોડ પર આવેલી શ્રીજી હોસ્પિટલમાં સારવારમાં બેદરકારીનો આક્ષેપ કરી દર્દીના સગા દ્રારા ડોકટર પર હત્પમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે અંગે તબીબની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શહેરના નિર્મલા રોડ પર પારસ સોસાયટી શેરી નંબર ત્રણમાં શ્રીજી હોસ્પિટલ ચલાવનાર તબીબ રાકેશભાઇ મનહરલાલ ચોકસી(ઉ.વ ૫૨) દ્રારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભાવેશ વિભાભાઈ ચાવડાનું નામ આપ્યું છે.તબીબે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, પાંચેક માસ પૂર્વે અમરાબેન ચાવડા નામના દર્દી અહીં હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા. જેનું સારણ ગાંઠનું ઓપરેશન કરાવવાનું હતું આથી તેનું ઓપરેશન કયુ હતું. બે દિવસ હોસ્પિટલમાં સારવાર માટે રખાયા બાદ તેમને રજા આપી દેવામાં આવી હતી.

બીજા દિવસે તેના સગા દર્દી સાથે તેમની પાસે આવ્યા હતા જેથી તેને તાત્કાલિક ફરીથી સારવાર આપવી પડી હતી. દર્દીને શ્વાસની તકલીફ હોવાથી આઈસીયુમાં દાખલ કરવાની સલાહ અપાય હતી. હોસ્પિટલમાં આઈસીયુની સુવિધા ન હોવાથી અન્ય હોસ્પિટલમાં દાખલ થવા માટે જણાવ્યું હતું. જેથી તેઓ પોતાની રીતે એમ્બ્યુલન્સમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા હતા. યાં બીજા દિવસે દર્દીનું મૃત્યુ થયું હતું.

થોડા દિવસ બાદ દર્દીનો પુત્ર ભાવેશ અહીં હોસ્પિટલે આવી ૧૦ લાખની માંગણી કરી હતી. પિયા દેવાની ના કહેતા જોઈ લેવાનું કહી બેદરકારી દાખવ્યાના આક્ષેપો કરી અરજી કરી હતી.દરમિયાન ગત તા.૭ ના ભાવેશ ફરીથી અહીં હોસ્પિટલ આવ્યો હતો અને ખિસ્સામાંથી પેપર કાપવાનું કટર કાઢી બોલાચાલી બાદ કટરનો ઘા ઝીંકવાનો પ્રયાસ કર્યેા હતો. જોકે તેના હાથ પકડી લેતા ઇજા થઈ ન હતી. બાદમાં અન્ય દર્દીના સગાઓએ વચ્ચે પડી તેના હાથમાંથી કટર લઈ લીધું હતું. આ અંગે તબીબ દ્રારા ફરિયાદ નોંધાવવામાં આવતા ગાંધીગ્રામ પોલીસે આરોપી સામે આઇપીસીની કલમ ૩૫૨, ૫૦૪, ૫૦૬(૨) તથા જીપીએકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી હેડ કોન્સ. કેવલીનભાઇ સાગરે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધર છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application