ભાણવડ તાલુકાના મેવાસા ગામે રહેતા જીણાભાઈ હીરાભાઈ પરમાર નામના 62 વર્ષના અનુસૂચિત જાતિના વૃદ્ધને મેવાસા ગામના સરપંચ પદ પર રહેલા જેઠાભાઈ મારખીભાઈ નંદાણીયાએ પોતાના ઘરે ચા-પાણી પીવા માટે રકાબી અલગ રાખી હોય, તે લઈને ચા પીવાનું કહેતા આ પ્રકારે ભેદભાવ રાખી અને ફરિયાદી ઝીણાભાઈ ચાવડા પ્રત્યે ધિકારપાત્રતા જેવી ભાવનાને પ્રોત્સાહન આપવા બાબત ભાણવડ પોલીસે ઝીણાભાઈની ફરિયાદ પરથી જેઠાભાઈ નંદાણીયા સામે એટ્રોસિટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિએ હાથ ધરી છે. મેવાસા ગામના તલાટી મંત્રી પાસે ફરિયાદીએ અનુસૂચિત જાતિના વિકાસ કામો બાબતની માહિતી આર.ટી.આઈ. મારફતે માંગી હોવાનું પણ વધુમાં જાહેર થયું છે.
ઓખામાં માછીમારી નિયમનો ભંગ કરતા શખ્સ સામે ફરિયાદ
ઓખા મંડળના બેટ બાલાપર ખાતે રહેતા મજીદભાઈ ઈશાકભાઈ પલાણી નામના 35 વર્ષના માછીમાર યુવાને પોતાના કબજા ભોગવટાની માછીમારીની બોટ લઈ જવા અંગે નિયમ મુજબ પરવાનગી તેમજ આ માટેનું ઓનલાઈન ટોકન ન મેળવી તેમજ હોળીના રજીસ્ટ્રેશનના કાગળો સાથે ન રાખીને માછીમારી કરીને પરત આવી જતા આ પ્રકરણ અંગે ઓખા મરીન પોલીસ મથકમાં માછીમાર મજીદભાઈ પલણી સામે ગુજરાત ફિશરીઝ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ભાણવડમાં વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝબ્બે: સપ્લાયરની શોધખોળ
ભાણવડથી આશરે 14 કિલોમીટર દૂર ગડુ ગામના પાટીયા નજીકથી પોલીસે વિદેશી દારૂની છ બોટલ તથા મોટરસાયકલ મળી, કુલ રૂપિયા 27,400 ના મુદ્દામાલ સાથે રાણપર ગામના ડાયા ટપુ ચાવડા (ઉ.વ. 20) ને ઝડપી લીધો હતો. આરોપી ડાયા ચાવડાને દારૂ આપનાર રણપર ગામનો લાખા ટપુ ચાવડા પોલીસને હાથ ન લાગતા ભાણવડ પોલીસે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો આગળની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationB12ની ઉણપ દૂર કરવા પીવાનું શરુ કરો આ ડ્રિંક
April 04, 2025 01:32 PMચાહકોની આતુરતાનો અંત: હેરા ફેરી 3' નું શુટિંગ શરુ
April 04, 2025 12:52 PMશ્રદ્ધા કપૂરને આ 6 ફિલ્મ નકારવાનો ભારે પસ્તાવો
April 04, 2025 12:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech