દ્વારકામાં પરસ્ત્રી સાથે સંબંધ રાખીને પત્નીને ત્રાસ આપતા પતિ સામે ફરિયાદ

  • December 11, 2023 10:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રેમિકા તથા તેણીના ભાઈ સામે પણ ગુનો

દ્વારકામાં નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતી અને આલાભા દેવુભા વાઘાની ૩૪ વર્ષની પુત્રી સોનલબેન વિજયભા માણેકને તેઓના લગ્ન જીવનના ત્રણ વર્ષ પછી તેણીના પતિ વિજયભા માણેકએ અવારનવાર નાની-નાની વાતોમાં ઝઘડો કરી, મારકૂટ કરી અને ઘરેથી કાઢી મૂકી હતી. આટલું જ નહીં, આ પ્રકારે શારીરિક અને માનસિક દુ:ખ ત્રાસ આપવા સાથે આજથી આશરે પાંચેક વર્ષ પૂર્વે ફરિયાદી સોનલબેનના પતિ વિજયભાએ રેખા નામની એક પ્રેમિકા સાથે સંબંધ રાખી અને તેઓના બાળકોને છોડી અને વિજય તથા રેખા સાથે રહેતા હતા.
આ બાબતે સોનલબેને અવારનવાર સમજાવવા છતાં વિજય અને તેની કથિત પ્રેમિકાએ તેણી સાથે ઝઘડો કરી અને આ પ્રકરણમાં પ્રેમિકાના ભાઈ દેવુભા દ્વારા મદદગારી કરતા આખરે પતિ સહિત આ ત્રણેય શખ્સોએ આપેલા ત્રાસથી કંટાળીને સોનલબેને પોતાના જાતે એસિડ ગટગટાવી લીધું હતું.
આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકા પોલીસે સોનલબેનની ફરિયાદ પરથી તેણીના પતિ વિજયભા માણેક, પ્રેમિકા તથા પ્રેમિકાના ભાઈ સામે આઈપીસી કલમ ૪૯૮ (એ), ૩૨૩, ૫૦૪ તથા ૧૧૪ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application