બે દિવસ પુર્વે માતાએ 3 સંતાનો સાથે સામુહીક આપઘાત કરેલો : મૃતકના પિતાની ફરીયાદ પરથી પોલીસની તપાસ
જામનગર નજીક ધુતારપરની સીમમાં બે દિવસ પહેલા માતાએ 3 માસુમ સંતાનો સાથે કુવામાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો જેમા મૃતક માતા સામે હત્યાની કલમ મુજબ ફરીયાદ દાખલ થઇ હતી, દરમ્યાનમાં મરણજનાર પરીણીતાને લગ્ન જીવન દરમ્યાન દુ:ખ ત્રાસ આપીને મરી જવા માટે મજબુર કયર્નિી તેણીના પતિ સામે ફરીયાદ કરવામાં આવતા ચકચાર વ્યાપી છે જેના આધારે પંચ-એ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જામનગર તાલુકાના ધુતારપરની સીમમાં બે દિવસ પહેલા એમપીની પરિણીતાએ પોતાના 3 માસુમ સંતાનો સાથે કુવામાં ઝંપલાવી સામુહીક આપઘાત કરી લીધો હતો, આ બનાવ બહાર આવતા પંથકમાં અરેરાટી પ્રસરી ગઇ હતી, ફાયર બ્રિગેડે ચારેયના મૃતદેહ બહાર કાઢી પોલીસને સોપ્યા હતા, હાલ પિયર જવાની ના પાડવાનું મનમાં લાગી આવતા કુવો પુયર્નિી વિગતો સામે આવી હતી, દરમ્યાન બાળકોને કુવામાં ફેંકી પોતે પણ આપઘાત કરનાર માતા સામે 302 મુજબ ફરીયાદ નોંધવામાં આવી હતી.
દરમ્યાનમાં એમપીના થાર જીલ્લાના કુકશીથાના તાલુકાના પીપરીયા પાની ગામના વતની ખેતમજુરી કરતા શેભાઇ રડુભાઇ માવડા (ઉ.વ.52)એ ગઇકાલે પંચ-એમાં હાલ ધુતારપર સીમમાં રહેતા મુળ એમપીના રણજીતગઢ તા. જોબટના વતની કમલેશ જ્ઞાનસીંગ મીનાવાની વિરુઘ્ધ આઇપીસી કલમ 306 તથા 498(એ) મુજબ ફરીયાદ નોંધાવી હતી.
જેમા જણાવ્યા મુજબ ફરીયાદ શેભાઇની પુત્રી ધનુ ઉર્ફે સંગીતાબેનને લગ્નજીવન દરમ્યાન તેણીના પતિ આરોપી કમલેશએ અવાર નવાર શારીરીક, માનસીક દુ:ખ ત્રાસ આપી ધનુબેનને મરી જવા માટે મજબુર કરતા તેણીએ તા. 14ના પોતાના બાળકો સાથે સાહેદ રસિકભાઇની વાડીએ પાણી ભરેલા કુવામાં કુદી જતા મરણ ગયા હતા આમ તેણીને મરવા માટે મજબુર કરવામાં આવી હોવાની ફરીયાદ કમલેશ મિનાવા વિરુઘ્ધ નોંધાવવામાં આવતા પીએસઆઇ પટેલ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનેશનલ ડિફેન્સ એકેડેમી, પુણે અને અન્ય ડિફેન્સ એસ્ટબ્લિશમેન્ટ્સમાં બાલાચડિયન્સ પ્રેરક પ્રવાસ
December 23, 2024 01:42 PMઈ-સરકારના માધ્યમથી કોઈપણ રેકર્ડ અને ફાઇલ ડિજિટલ સ્વરૂપે કાયમી સાચવી શકાશે
December 23, 2024 01:37 PMઆઇએનએસ વાલસુરાની મેરેથોન દોડમાં રાજયભરમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો
December 23, 2024 01:22 PMજામનગરમાં ગાઢ ધુમ્મસ વચ્ચે તાપમાન 12 ડીગ્રી
December 23, 2024 01:20 PMહાપા યાર્ડમાં થયેલ રોકડા 5 લાખની ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલતી એલસીબી
December 23, 2024 01:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech