ચોટીલાના પીપરાળીમાં મનરેગા કામોમાં ભ્રષ્ટાચાર સરકારી કર્મચારી સહિત ૨૦ સામે ફરિયાદ

  • December 15, 2023 12:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચોટીલાના પીપરાળીમાં મનરેગા કાયદા હેઠળ  કુવા ગાળવાનું અને તળાવ ઊંડું ઉતારવાના કામ માત્ર કાગળ પર કરીને અનેક લોકોનાં મેળાપીપણું કરી સરકારનાં રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી લાખો રૂપિયાની ગોલમાલ કરી હતી જેમા સાયલા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખનાં પતિ પુત્ર અને પીપરાળી ગામના સરપંચ, તલાટીમંત્રી, તત્કાલીન મેટ કારકુન, તત્કાલીન ટેકનિકલ આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર, તત્કાલીન ટેકનિકલ આસિસ્ટન્ટ, ઇન્ચાર્જ આસિસ્ટન્ટ વર્કસ મેનેજર અને મટીરીયલ સપ્લાયર વિરુદ્ધ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરાતા હડકંમ્પ મચેલ છ.ે


પીપરાળીના અરજદાર ધાધલ સુરેશભાઈ વસ્તુભાઈએ તેમના ગામમાં મનરેગા યોજના અંતર્ગત ૨૦૧૯-૨૦માં થયેલા કામોમાં ભ્રષ્ટાચાર થયાની ફરિયાદ કરાતાં લોકપાલ સુરેન્દ્રનગર દ્વારા ઓક્ટોબર ૨૦૨૨ના  પ્રાથમિક તપાસ અને નવેમ્બરમાં વિગતવાર તપાસ બાદ જાન્યુઆરી ક૨૦૨૩ના રૂબરૂ તપાસ અંગેના સંદર્ભ દર્શિત પત્રોનો અહેવાલ કરાયેલ અને તેમા  કરમશીભાઇ શિવાભાઇ સાકરીયાના ખેતરમાં કૂવાના કામ વહીવટી મંજૂરીની રકમ રૂ.૬,૭૬,૩૫૦, પીપરાળી ગામે સર્વે નંબર ૩૨૯માં હેમાભાઇ મુળાભાઇ બામણીયાના ખેતરમાં કૂવો બનાવવાની કામગીરી વહીવટી મંજૂરીની રકમ ૬,૭૭,૮૮૦, જીવણભાઇ મોતીભાઇ બાંભણિયાના ખેતરની બાજુમાં તળાવ ઊંડું ઉતારવાની કામગીરી વહીવટી મંજૂરીની રકમ ‚પિયા ૬,૬૦,૫૮૨ અને સરપંચ વિનોદભાઈ મૂળજીભાઈના ખેતરમાં સિંચાઈ માટે કુવાનું કામ વહીવટી મંજૂરીની રકમ રૂ.૬,૭૬,૩૫૦ના કામો મંજૂર કરાયા હતા.

​​​​​​​કૌભાંડ કરી સરકારી નાણાં ચાઉ કરવાનો ગુનો જેઓની સામે દાખલ થયો તેની યાદી
દુદાભાઇ ચાવડા (તત્કાલીન સરપંચ), વિનોદભાઇ  સાકરીયા (વર્તમાન સરપંચ), સવજીભાઇ મનજીભાઇ (મેટ કારકુન), હરેશભાઇ કરમશીભાઇ (મેટ કારકૂન), ભરતભાઈ ભાવાભાઇ (મેટ કારકુન), ડાયાભાઇ હેમાભાઇ સાકરીયા (મેટ કારકૂન), મનસુખભાઇ માવજીભાઇ (મેટ કારકુન), મુકેશભાઇ મગનભાઇ (મેટ કારકુન), મુકેશભાઇ હેમાભાઇ (મેટ કારકુન) હરેશભાઇ વિનાભાઇ (મેટ કારકુન), દિનેશભાઇ ભાવાભાઇ (મેટ કારકુન), હરેશભાઇ કરમશીભાઇ (મેટ કારકુન), ભુપતભાઇ કડવાભાઈ (મેટ કારકુન), છગનભાઇ એમ. સેજાણી (તા.પં. ચોટીલા જી.આર.એસ), અસ્લમભાઇ સુમરા (તલાટી કમ મંત્રી), બાબુલાલ પરમાર (તલાટી કમ મંત્રી), ડાયાભાઇ એમ. જીડીયા (ઇન્ચાર્જ ટેકનિકલ આસિસ્ટન્ટ), કિરણભાઇ ડી જીડીયા ( ટેકનિક્લ આસિસ્ટન્ટ અને ઇન્ચાર્જ આસિસ્ટન્ટ વર્કસ મેનેજર), નિલેશભાઇ એમ અલગોતર (આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર), વિનુભાઇ પરમાર ( ચામુંડા કન્સ્ટ્રકશન મટીરીયલ સપ્લાયર)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application