તત્કાલીન પોલીસ, મ્યુ. કમિશનર સહિત ૧૩ અધિકારીઓ સામે કોર્ટમાં ફરિયાદ

  • May 30, 2024 03:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં ગત શનિવારે ૨૮ કે વધુ લોકોનો ભોગ લેનારી ગેમ ઝોનની અિ કાંડ કણાંતીકા મામલે પોલીસ તત્રં દ્રારા માત્ર છ વ્યકિતઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે, પરંતુ આ ગોઝારી દુર્ઘટના પાછળ પોલીસ, મહાપાલિકા, માર્ગ મકાન વિભાગ સહિતના તંત્રના ૧૩ જેટલા અધિકારીઓની ગુનાહિત બેદરકારી કારણભૂત હોવાનું જણાવી રાજકોટના યુવા એડવોકેટ દ્રારા ચીફ યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ આ તમામ અધિકારીઓ સામે સાપરાધ મનુષ્યવધની આઈપીસી ૩૦૪ સહિતની વિવિધ કલમો હેઠળ કાનૂની કાર્યવાહી કરવા અરજી કરવામાં આવતા ભારે ચર્ચા જાગી છે.
રાજકોટના એડવોકેટ વિનેશ કદંબકાંત છાયા દ્રારા ગેમ ઝોન અિકાંડના જવાબદારો સામે કોર્ટફરિયાદ કરવવામાં આવી છે, તેમાં રાજકોટના તત્કાલીન અધિકારીઓ જેવાકે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલ, ડીસીપી સુધીર દેસાઈ એસીપી વિધિ ચૌધરી, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ જોશી, ફાયર ઓફિસર રોહિત વિગોરા, માર્ગ મકાન નાયબ ઇજનેર એમ આર સુમા, મદદનીશ ઇજનેર પારસ કોઠીયા, રીડર શાખાના પીઆઈ વી આર પટેલ, તાલુકા પોલીસ સ્ટેશન પી.આઈ. રાઠોડ, ફાયર ઓફિસર ઇલેશ ખેર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખાભાઈ ઠેબા વગેરેના નામજોગ તેમજ તપાસમાં નામ ખુલે તેની સામે ફરિયાદ નોંધવા અરજી કરવામાં આવી છે.
દરમિયાન આ અંગે ફરિયાદીના વકીલો સંપર્ક કરતા તેમણે ચીફ જેએમએફસી કોર્ટના હત્પકમની નકલ હજી મળી નથી, પરંતુ મૌખિક હત્પકમમાં અદાલતે તપાસનીશને કલમ ૨૦૨ હેઠળ તારીખ ૨૦ જૂન સુધીમાં અદાલતમાં રિપોર્ટ કરવા જણાવ્યું છે. આ કામમાં ફરિયાદી વતી એડવોકેટ કેતનભાઈ ડી. શાહ, શ્યામલભાઈ સોનપાલ, મનોજભાઈ તંતી, આનંદભાઈ જોશી, નિલેશભાઈ વેકરિયા, રવિભાઈ ધ્રુવ, રાજેશભાઈ જલુ રોકાયા છે.

રાજકોટના વકીલો દ્રારા તંત્રને ઢંઢોળવાનો વધુ એક પ્રયાસ
રાજકોટના ગેમ ઝોનના ગોઝારા અિકાંડ મામલે અમદાવાદના એડવોકેટ અમિત પંચાલ દ્રારા કરવામાં આવેલી સુઓ મોટો અરજીમાં પણ હાઇકોર્ટ દ્રારા અગાઉ ૨૦૧૯માં સુરત તક્ષશિલા કાંડ વખતે રાજકોટના વકીલો દ્રારા કરવામાં આવેલી પીઆઇએલને પણ સુઓ મોટો કેસમાં જોડવાનું જણાવી વિવિધ તંત્રોની ઘોર બેદરકારી ઉજાગર કરવા જણાવ્યું હતું. આમ, રાજકોટના વકીલો દ્રારા આવા ગંભીર પ્રશ્ને વધુ એક વખત જાગૃતિ દાખવીને તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કરાયો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application