ભારતીય મલ્ટીનેશનલ કંપની ઈમામી લિમિટેડ પર અયોગ્ય વેપાર વ્યવહાર માટે ૧૫ લાખ રૂપિયાનો દડં ફટકારવામાં આવ્યો છે. આ નિર્ણય જિલ્લા ગ્રાહક ફોરમે આપ્યો છે. સેન્ટ્રલ દિલ્હી ડિસ્ટિ્રકટ કન્યુમર ડિસ્પ્યુટસ રિડ્રેસલ કમિશને તેની પ્રોડકટ 'ફેર એન્ડ હેન્ડસમ' ક્રીમ માટે કંપની વિદ્ધ અયોગ્ય વેપાર વ્યવહારની ફરિયાદની સુનાવણી કરી હતી.
એક વ્યકિતએ ઈમામી લિમિટેડ પર આરોપ લગાવ્યો હતો કે કંપનીની ફેરનેસ ક્રીમની જાહેરાત ભ્રામક છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે તેણે ૨૦૧૩માં ૭૯ પિયામાં ક્રીમ ખરીધું હતું પ્રોડકટે તેને ગોરી ત્વચાનું વચન આપેલું પરિણામ આપવામાં નિષ્ફળ ગઈ હતી. ફોરમના ચીફ ઈન્દર જીત સિંહ અને સભ્ય રશ્મિ બંસલે ૯ ડિસેમ્બરે આ આદેશ આપ્યો હતો.
ફરિયાદીએ આક્ષેપ કર્યેા હતો કે ઉત્પાદનના પેકેજિંગ અને લેબલ પર આપવામાં આવેલી સૂચનાઓ અનુસાર ઉત્પાદનનો નિયમિત ઉપયોગ કરવામાં આવ્યો હતો. ચહેરા અને ગરદન પર ક્રીમનો ઉપયોગ ઝડપથી ચામડી ગોરી કરવા માટે કરવામાં આવ્યો હતો પરંતુ ત્વચા પર કોઈ ફેર ન દેખાયો. તેણે એમ પણ કહ્યું કે ઇમામી લિમિટેડના જણાવ્યા અનુસાર, ફરિયાદી એ સાબિત કરવામાં અસમર્થ હતો કે તેણે સૂચના મુજબ ક્રીમનો ઉપયોગ કર્યેા હતો.
ફોરમે કહ્યું કે રેકોર્ડ પર એવું કઈં નથી કે જેના પરથી એવો નિષ્કર્ષ કાઢી શકાય કે પ્રોડકટનો ઉપયોગ કર્યા પછી ફરિયાદીની ત્વચા ગોરી થઈ ગઈ કે નહીં. આ સમય દરમિયાન કંપની દ્રારા લખવામાં આવેલા શબ્દોમાં નોંધવામાં આવ્યું હતું કે વ્યકિતગત સંભાળ ઉત્પાદનોમાંથી ઇચ્છિત પરિણામો પ્રા કરવા માટે, ઉત્પાદનનો યોગ્ય ઉપયોગ અને પૌષ્ટ્રિક આહાર, વ્યાયામ, તંદુરસ્ત ટેવો અને આરોગ્યપ્રદ જીવનશૈલી જેવા ઘણા પરિબળો જરી છે.ફોરમે કહ્યું કે આ ગેરમાર્ગે દોરનારી જાહેરાતો અને અયોગ્ય વેપાર પ્રથાઓ સાબિત કરે છે કે ઉત્પાદનો અને વેચાણને પ્રોત્સાહન આપવા માટે આવી યુકિતઓ અપનાવવામાં આવી હતી. ઈમામી લિમિટેડે જાહેરાતો અને પેકેજિંગ દ્રારા ગેરમાર્ગે દોરનારી અને ભ્રામક પ્રથાઓ અપનાવીને અન્યાયી વેપાર પ્રથાઓ અપનાવી છે. ફોરમે કહ્યું કે દંડની રકમ દિલ્હી રાય ગ્રાહક કલ્યાણ ફંડમાં જમા કરવામાં આવે અને ફરિયાદીને દંડાત્મક નુકસાની તરીકે . ૫૦,૦૦૦ અને મુકદ્દમા ખર્ચ તરીકે . ૧૦,૦૦૦ આપવામાં આવે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech