શહેર પોલીસ બેડામાં ફરજ બજાવતા ૧૪ કર્મચારીઓનું પોલીસ હેડકવાર્ટર ખાતે પ્રજાસત્તાક દિનની પરેડ બાદ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્રારા ખાસ પ્રમાણપત્ર, મોમેન્ટો અર્પણ કરી સન્માન કરાયું હતું અને તેમને વધુને વધુ સારી કામગીરી કરવા પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતાં.
રાષ્ટ્ર્રીય પર્વ પર જેમને સન્માનિત કરવામાં આવ્યા છે તેમાં થોરાળા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી, હેડકવાર્ટરના એએસઆઇ દિલાવરસિંહ ગનતાનસિંહ (લાઇન જમાદાર), ક્રાઇમ બ્રાંચના એએસઆઇ જલદિપસિંહ વાઘેલા, હેડકોન્સ. સંજયભાઇ પાપરા, સુભાષભાઇ ઘોઘારી, કોન્સ. પ્રદિપસિંહ જાડેજા તથા આજીડેમ પોલીસ સ્ટેશનના કોન્સ. મહેશભાઇ કોઠીવાળ, ભકિતનગરના હેડકોન્સ. પ્રભાતભાઇ લક્ષમણભાઇ, ગાંધીગ્રામના હેડકોનસ. રવ્ભિાઇ તુલસીદાસ, યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના કોન્સ. શિલ્પાબેન વાલજીભાઇ, તાલુકા પોલીસ સ્ટેશનના કોન્સ. મહાવીરસિંહ ધીભાઇ, માલવીયાનગરના હેડકોન્સ. જયદેવસિંહ રણજીતસિંહ પરમાર, એલસીબી ઝોન–૨ના રાહત્પલભાઇ ગોહેલ, ટ્રાફિક શાખાના કોન્સ. જીતેશભાઇ માધાભાઇનો સમાવેશ થાય છે. પીએસઆઇ મહેશ્વરીએ વર્ષ ૨૦૨૪માં સર્વેલન્સ સ્કવોડમાં ચોરીના ગુનામાં ૧૮.૫ લાખનો મુદ્દામાલ રીકવર કરી ૭ આરોપીઓને ટુંકા સમયમાં પકડી લીધા હતાં. ડીસીબીના જલદિપસિંહે ઘરફોડ ચોરીના ૬ અનડિટેકટ ગુના, ૧૯ વાહન ચોરી, ૩ સાદી ચોરીના ગુના, દાના બે ગુના શોધી કાઢયા હતાં. નાસતા ફરતાં ૮ આરોપીઓને પકડયા હતાં. આ તમામનું સન્માન પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ કર્યુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'જો પાર્ટીને મારી જરૂર નથી, તો વિકલ્પો ખુલ્લા છે', શશિ થરૂરે કોંગ્રેસને આપ્યો સીધો સંદેશ
February 23, 2025 01:23 PM'ભારત આપણો ફાયદો ઉઠાવે છે...', ટ્રમ્પે ફરી USAID ફંડિંગ પર કરી વાત; કહ્યું- તેને પૈસાની જરૂર નથી
February 23, 2025 12:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech