શહેરના યાજ્ઞિક રોડ પર જાગનાથ વિસ્તારમાં આવેલા બિપિન એપાર્ટમેન્ટમાં કમિશન એજન્ટ યુવક અને માંડાડુંગરમાં ઇમિટેશનનું કામ કરતા યુવકે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા પરિવારોમાં કલ્પાંત સર્જાયો છે. બંને બનાવમાં કારણ અકબંધ હોવાથી પોલીસે તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત વિગત મુજબ યાજ્ઞિક રોડ પર ન્યુ જાગનાથમાં બિપિન એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહેતા રમેશભાઈ વિનુભાઈ માંડલિયા (ઉ.વ.40 નામના યુવકે ગઈકાલે ઘરે પંખામાં દુપટો બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. પત્ની જામનગર પિયરના ઘરે પ્રસંગમાં ગઈ હતી પરત આવી ફ્લેટનો દરવાજો ખોલતા પતિને લટકતી હાલતમાં જોઈ બુમાબુમ કરી હતી આજુબાજુના રહેવાસીઓ આવીએ 108ને ફોન કરતા ઇએમટીએ સ્થળ પર પહોંચી યુવકને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે એ-ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ બનાવ સ્થળે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલએ ખસેડી જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર રમેશભાઈ બે ભાઈ એક બહેનમાં મોટા હતા. સંતાનમાં બે પુત્રો છે. પોતે મેનપાવર સપ્લાયનું કામ કરતા હતા. તેણે ક્યાં કારણોસર પગલું ભરી લીધું પરિવારજનો પણ જાણતા ન હોય પોલીસે તપાસ યથાવત રાખી છે. યુવકના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
બીજા બનાવમાં માંડાડુંગર નજીક પીઠડઆઈ સોસાયટીમાં રહેતો ઋત્વિક રમેશભાઈ દાણીધારીયા (ઉ.વ.23)નો યુવક આજે સવારે દશેક વાગ્યે ઘરે હતો ત્યારે રૂમનો દરવાજો બંધ કરી પંખામાં ચાદર બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. કેટલીક વાર સુધી દરવાજો ન ખોલતા મોટી બહેનએ દરવાજો ખખડાવતા ખોલતો ન હોય બારેથી આવેલા પિતાને ભાઈ દરવાજો ખોલતો ન હોવાનું કહેતા પાટુ મારી દરવાજો ખોલતા યુવક લટકતો હતો. તાકીદે બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર રમેશ ઇમીટેશનની મજૂરી કામ કરતો હતો. પિતા સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. પિતા છાશ લેવા ગયા હતા અને બહેન ઘર કામ કરતી હતી ત્યારે પાછળથી પગલું ભરી લીધું હતું. બે બહેનના એકના એક ભાઈના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ છે. આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પની પોસ્ટથી ખળભળાટ: "આવતીકાલની રાત મોટી હશે", દુનિયાભરમાં અટકળો
March 03, 2025 09:52 PMજામ ખંભાળીયામાં હિન્દુ અને મુસ્લિમ પરીવાર વરચે રાત્રીના સમયે મારામારી થતા 2 લોકો ઇજાગ્રસ્ત
March 03, 2025 07:29 PMજામનગર મહાનગર પાલિકાના કર્મચાઈઓ માટે આરોગ્ય ચકાસણી કેમ્પ યોજાયો
March 03, 2025 07:19 PMદ્વારકામાં ફૂલડોલ ઉત્સવ...સંઘ સાથે શ્વાન છેલ્લા 13 દિવસથી પગપાળા આવી રહ્યો છે દ્વારકા
March 03, 2025 07:10 PMજામનગર : હિતાચી મશીન નીચે દબાઈ જવાથી એક મહિલાનું મોત
March 03, 2025 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech