રાહતનો પટારો ખુલ્યો, હવે કોમર્શિયલ ગેસ સિલિન્ડર આટલો સસ્તો થયો

  • September 01, 2023 10:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


૩૦ ઓગસ્ટે ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ૨૦૦ પિયાનો ઘટાડો કરવામાં આવ્યા બાદ હવે કોમર્શિયલ ગેસ સિલિન્ડર સસ્તો કરવામાં આવ્યો છે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં સતત બીજા મહિને ઘટાડો થયો છે.૩૦ ઓગસ્ટે ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ૨૦૦ પિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. હવે કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરતા લોકોને પણ મોટી રાહત મળી છે. આઈઓસીએલ વેબસાઈટ અનુસાર કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં સતત બીજા મહિને ઘટાડો થયો છે. દિલ્હીથી ચેન્નાઈ સુધી કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ૧૫૦ પિયાથી વધુનો ઘટાડો થયો છે. બે મહિનાની વાત કરીએ તો ૨૫૦ પિયાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. તહેવારોની સિઝનમાં રેસ્ટોરન્ટના માલિકો સાથે મીઠાઈ બનાવનારાઓને સૌથી વધુ ફાયદો થશે. આ ચીજોની કિંમતમાં ઘટાડો થી શકે છે.

સપ્ટેમ્બરમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર કેટલા સસ્તા થયા
દેશની રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ૧૫૭.૫ પિયાનો ઘટાડો થયો છે અને ગેસ સિલિન્ડરની કિંમત ૧૫૨૨.૫૦ પિયા થઈ ગઈ છે. ઓગસ્ટમાં તેની કિંમત ૧૬૮૦ પિયા હતી.
કોલકાતામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ૧૬૬.૫ પિયાનો ઘટાડો થયો છે, ત્યારબાદ તેની કિંમત ઘટીને ૧૬૩૬ પિયા પ્રતિ ગેસ સિલિન્ડર થઈ ગઈ છે. ઓગસ્ટ મહિનામાં તેની કિંમત ૧૮૦૨.૫૦ રૂપિયા હતી. મુંબઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ૧૫૮.૫ પિયાનો ઘટાડો થયો છે અને કિંમત ઘટીને ૧૪૮૨ પિયા થઈ ગઈ છે. ઓગસ્ટ મહિનામાં તેની કિંમત .૧૬૪૦.૫૦ હતી. ચેન્નાઈમાં પણ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ૧૫૭.૫ પિયાનો ઘટાડો થયો છે અને તેની કિંમત ૧૬૯૫ પિયા થઈ ગઈ છે. ઓગસ્ટમાં કિંમત ૧૮૫૨.૫૦ પિયા હતી. બે મહિનામાં કિંમતમાં કેટલો ઘટાડો થયો?
જો બે મહિનાની વાત કરીએ તો દેશની રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ૨૫૭.૫ પિયાનો ઘટાડો થયો છે. જુલાઈ મહિનામાં અહીં ભાવ .૧૭૮૦ હતા.કોલકાતામાં પણ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ૨૫૯ પિયાનો ઘટાડો થયો છે. યારે જુલાઈ મહિનામાં અહીં ભાવ ૧૮૯૫ પિયા હતા.મુંબઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં બે મહિનામાં ૨૫૧ પિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે, યારે જુલાઈ મહિનામાં તેની કિંમત ૧૭૩૩ પિયા હતી.ચેન્નાઈમાં બે મહિનામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ૨૫૦ પિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જુલાઈ મહિનામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત .૧૯૪૫ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application