ઓઇલ માર્કેટિંગ કંપનીઓના દેશોમાં લોકસભાની ચૂંટણીના પરિણામો પહેલા કોમર્શિયલ ગેસ સિલિન્ડરને વધુ ૭૦ પિયા સુધી સસ્તો બનાવ્યો છે. સતત ત્રીજા મહીને આ ઘટાડો કરવામાં આવ્યો છે.આજથી જ નવા ભાવ અમલી બનાવી દેવાયા છે. આજે દેશમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે અને ૪ જૂને ચૂંટણીના પરિણામો જાહેર થવા જઈ રહ્યા છે. પરંતુ ચૂંટણીના પરિણામો આવે તે પહેલા જ મોંઘવારીના મોરચે એક મોટી રાહત મળી છે. દેશમાં ૧ જૂન, ૨૦૨૪થી એલપીજી કોમર્શિયલ સિલિન્ડર સસ્તો થઈગયો છે. આઈઓસીએલ ની વેબસાઈટ અનુસાર, ૧૯ કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં સુધારો કરીને તેને ઘટાડી દેવામાં આવી છે.
એલપીજી સિલિન્ડરની નવી કિંમતો ૧ જૂન ૨૦૨૪થી લાગુ કરી દેવામાં આવી છે. જો કે, આ વખતે પણ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ૧૯ કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કર્યેા છે. લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન સવારે ૬ વાગ્યે શ થાય તે પહેલા કંપનીઓએ એલપીજી ગ્રાહકોને મોટી ભેટ આપી છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્રારા કરાયેલા નવીનતમ ફેરફારો બાદ, ૧ જૂનથી દિલ્હીમાં ૧૯ કિલોનો કોમર્શિયલ ગેસ સિલિન્ડર ૬૯.૫૦ પિયા, કોલકાતામાં ૭૨ પિયા, મુંબઈમાં ૬૯.૫૦ પિયા અને ચેન્નઈમાં ૭૦.૫૦ પિયા સસ્તો થયો છે
ઘરેલું સિલિન્ડરના ભાવમાં ફરી કોઈ ફેરફાર નથી
ઉલ્લેખનીય છે કે કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ઉપયોગ હોટલ કે રેસ્ટોરન્ટમાં કોમર્શિયલ હેતુ માટે કરવામાં આવે છે. આવી સ્થિતિમાં તેની કિંમતમાં ઘટાડાને કારણે બહાર ખાવા–પીવાનું સસ્તું થઈ શકે છે. બીજી તરફ, આ વખતે પણ ઘરમાં રસોઈમાં ઉપયોગમાં લેવાતા ૧૪.૨ સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.આઈઓસીએલ ની વેબસાઈટ અનુસાર, તેમની કિંમતો યથાવત છે. રાજધાની દિલ્હીમાં તેની કિંમત ૮૦૩ પિયા અને ઉવલા લાભાર્થીઓ માટે ૬૦૩ પિયા છે. પહેલાની જેમ જ કોલકાતામાં ૮૨૯ પિયા, મુંબઈમાં ૮૦૨.૫૦ પિયા અને ચેન્નાઈમાં ૮૧૮.૫૦ પિયામાં ઘરેલુ સિલિન્ડર ઉપલબ્ધ છે. જણાવી દઈએ કે મહિલા દિવસ પર મોટી રાહત આપતાં કેન્દ્ર સરકારે ૧૪ કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડર ની કિંમતમાં ૧૦૦ પિયા સુધીનો ઘટાડો કરવાની ભેટ આપી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech