સાત દિવસની પ્રાણપ્રતિષ્ઠા વિધિનો પ્રારંભ

  • January 16, 2024 11:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૨૨મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિા થવા જઇ રહી છે. જેની પૂજન વિધિ આજથી શ કરી દેવામાં આવી છે. આ પૂજન વિધિ ૨૨મી જાન્યુઆરી સુધી ચાલશે. યારે રામલલાની પ્રાણ પ્રતિા ૨૨મી જાન્યુઆરીએ બપોરે ૧૨.૨૦ કલાકે શ થશે જે એક વાગ્યે પૂર્ણ કરી લેવામાં આવશે. કાર્યક્રમમાં આવનાર લોકોના રોકાણ માટે મોટા પાયે તૈયારીઓ કરવામાં આવી છે.

પ્રાણ પ્રતિા પૂર્ણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાયપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ટ્રસ્ટના અધ્યક્ષ મહતં નૃત્ય ગોપાલ દાસ અને રાષ્ટ્ર્રીય સ્વયમ સેવક સંઘના વડા મોહન ભાગવત પોતાના મનોભાવ પ્રગટ કરશે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ચંપત રાયે ૨૨મી સુધી થનારા વિવિધ કાર્યક્રમો અંગે પણ જાણકારી આપી હતી.

આ કાર્યક્રમમાં આમંત્રિત અતિથિઓ ઉપરાંત દેશભરમાંથી પાંચ લાખ જેટલા લોકો આવવાનો અંદાજ છે, ત્યારે તેમના રોકાણ અને ભોજન માટે મોટા પાયા પર વ્યવસ્થા કરવામાં આવી છે. અયોધ્યામાં પતરાનું એક આખું નગર ઉભું કરવામાં આવ્યું છે, જેને તીર્થક્ષેત્રપુરમ નામ અપાયું છે. યાં સૂવા માટે બેડ તેમજ બાથમ અને શૌચાલય સહિતની સુવિધાઓ છે.

અભિષેક દરમિયાન ગર્ભગૃહમાં કોણ રહેશે?

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે જણાવ્યું હતું કે પ્રાણ પરિા સમારોહ ૨૨ જાન્યુઆરીએ પોષ શુકલ દ્રાદશીના શુભ અભિજીત મુહર્તમાં બપોરે ૧૨:૨૦ વાગ્યાથી શ થશે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત, રાયપાલ આનંદી બેન પટેલ, રામ જન્મભૂમિ ટ્રસ્ટના પ્રમુખ મહતં નૃત્ય ગોપાલ દાસ અને તમામ ટ્રસ્ટીઓ ગર્ભગૃહમાં હાજર રહેશે.


૨૫ વાધોથી મંગલગાન

અનુાનમાં ૨૫ વાધો સાથે મંગલગાન થશે. યુપી–બિહારમાંથી પખાવાજ, વાંસળી અને ઢોલક, કર્ણાટકની વીણા, મહારાષ્ટ્ર્રની સુંદરી, પંજાબમાંથી અલ્ગોજા, ઓડિશામાંથી મર્દલ, કાશ્મીરમાંથી સંતૂર, મણિપુરમાંથી પુંગ, આસામમાંથી નગારા, છત્તીસગઢમાંથી કાલી, તમ્બુરા, રાજસ્થાનમાંથી શહનાઈ, રાવણહથ્થા, પશ્ચિમ બંગાળનું શ્રીખોલ, સરોદ, આંધ્રપ્રદેશનું ઘાટમ, ઝારખંડનું સિતાર, તમિલનાડુનું નાગસ્વરમ, તવિલ અને મૃદંગમ, ઉત્તરાખંડનું હત્પડા જેવા વાધો સાથે મંગલગાન કરવામાં આવશે.


મૂર્તિનું વજન ૧૫૦થી ૨૦૦ કિલોગ્રામ છે

રામલલાની મૂર્તિ જે ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે અને તેને પવિત્ર કરવામાં આવશે તે પથ્થરની બનેલી છે અને તેનું અંદાજિત વજન ૧૫૦ થી ૨૦૦ કિલો છે. આ ૫ વર્ષના છોકરાનું સ્વપ છે, જેને સ્થાયી પ્રતિમા તરીકે સ્થાપિત કરવામાં આવશે. અયોધ્યામાં ૨૨મી તારીખે બહત્પ જ મોટી સંખ્યામાં લોકો હાજર રહે તેવી શકયતાઓ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અયોધ્યાની કિલ્લેબંધી કરવામાં આવી છે અને સુરક્ષા વધારી દેવામાં આવી છે.


રામ મંદિરના હવાઈ દર્શન પણ કરી શકાશે

શ્રદ્ધાળુઓ રામ મંદિરના હવાઈ દર્શન પણ કરી શકશે. યુપીનો પ્રવાસન વિભાગ ભારત અને વિદેશના ભકતોને રામ મંદિર અને અયોધ્યાના હવાઈ દર્શનની સેવા આપશે. અહીં આવતા યાત્રાળુઓ રામકથા પાર્કથી હેલિકોપ્ટર ઉડાન ભરી શકશે. આ હેલિકોપ્ટર રામ મંદિર, હનુમાનગઢી અને સરયુ સહિત અન્ય પ્રસિદ્ધ પ્રવાસન સ્થળોનો હવાઈ પ્રવાસ કરાવશે. દરેક ભકતે હવાઈ મુસાફરી માટે પાંચ હજાર પિયા ખર્ચવા પડશે. દરરોજ એકથી દોઢ લાખ શ્રધ્ધાળુઓ આવવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટ દ્રારા તેમને સરળતાથી દર્શન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ સાથે રાયના પ્રવાસન વિભાગ દ્રારા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશમાં અયોધ્યાના હવાઈ દર્શન માટે વિશેષ યોજના અમલમાં મુકવામાં આવનાર છે. દેશના કોઈપણ પ્રસિદ્ધ તીર્થસ્થાન અને મંદિરમાં આ પ્રકારનો પ્રથમ પ્રયોગ હશે. રાયના પર્યટન અને સંસ્કૃતિ મંત્રી જયવીર સિંહે જણાવ્યું હતું કે અયોધ્યા અને રામ મંદિરના હવાઈ દર્શન કરીને શ્રદ્ધાળુઓ વિશેષ અનુભવ મેળવી શકશે. આ માટે હેલિકોપ્ટર રામકથા પાર્કના હેલીપેડ પર હાજર રહેશે. હેલિકોપ્ટરમાં એક સમયે છ મુસાફરો બેસી શકશે. હવાઈ યાત્રા બાદ રામ ભકતોને આ હેલિપેડ પર પાછા મુકવામાં આવશે. આ સેવા ૨૬ જાન્યુઆરીથી શ કરવામાં આવશે.


૭ હજારથી વધુ લોકોને આમંત્રિત કરાયા છે
ટેમ્પલ ટ્રસ્ટે ૨૨ જાન્યુઆરીના કાર્યક્રમ માટે ૭ હજારથી વધુ લોકોને આમંત્રણ મોકલ્યા છે. જેમાં ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકર અને વિરાટ કોહલી, બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનનો સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application