વાંકાનેર નજીક બિરાજમાન જડેશ્વર મહાદેવના સાંનિધ્યમાં લોકમેળાનો પ્રારંભ

  • August 12, 2024 11:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વાંકાનેરથી ૧૨ કિલોમીટરના અંતરે આવેલી રતન ટેકરી પર બિરાજમાન સ્વયંભૂ પ્રગટ જડેશ્ર્વર મહાદેવના સાંનિધ્યમાં દર વર્ષે શ્રાવણ માસના બીજા સોમવારે જડેશ્ર્વર મહાદેવનો પ્રાગટય દિવસ નિમિત્તે સૌરાષ્ટ્ર્રનો પ્રથમ લોકમેળો યોજાય છે. ત્યારે સૌરાષ્ટ્ર્રના પ્રથમ શ્રાવણી લોકમેળાને જનપ્રતિનિધિઓના હસ્તે ખુલ્લ ો મુકવામાં આવ્યો છે પરંતુ હજુ સુધી તત્રં દ્રારા મેળામાં ફજત ફાળકાઓને સોપ નિયમ પાલન બાબતે મંજુરી આપવામાં આવી ન હોવાની માહિતી મળી રહી છે. હાલ મંજુરી પ્રક્રિયા પ્રગતિમાં હોવાનું આયોજપ સમિતિ દ્રારા જણાવાયું છે. આ લોકમેળામાં સમગ્ર સૌરાષ્ટ્ર્રભરમાંથી જનમેદની ઉમટી પડે છે, અહીં આસપાસનું વાતાવરણ અને વનરાજી લોકોના મન અને હૃદયને પ્રફત્પલ્લ ીત કરે છે. સૌરાષ્ટ્ર્ર ગુજરાત સહિતના લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર એવા રતન ટેકરી પર કુદરતી વાતાવરણમાં જંગલમાં બિરાજમાન સ્વયંભૂ જડેશ્ર્વર મહાદેવના લોકમેળાને પરંપરાગત રીતે ખુલ્લ ો મુકવામાં આવ્યો હતો. આ ઉદઘાટન સમારોહ નિમિત્તે મંદિરના મહતં રતીલાલ મહારાજ, મોરબીના ધારાસભ્ય કાંતીલાલ અમૃતિયા, વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, પ્રજ્ઞેશભાઈ પટેલ, ડીવાયએસપી સમીર સારડા, પ્રાંત અધિકારી સિધ્ધાર્થ ગઢવી, મામલતદાર ઉત્તમ કાનાણી, કિશોરસિંહ ઝાલા સહિતના હાજર રહ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application