ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનીપ્રેકિટકલ પરીક્ષાનો પ્રારંભ: આજથી માર્કસ પણ અપલોડ થઈ જશે

  • February 19, 2024 12:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ધોરણ ૧૨ વિજ્ઞાનપ્રવાહની પ્રેકટીકલ પરીક્ષાના આજથી પ્રારભં થયો છે. આ પરીક્ષા સાથે આજથી જ વિધાર્થીઓના માકર્સ અપલોડ થઈ જશે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા ધોરણ–૧૨ સાયન્સના પ્રાયોગિક વિષયોની પરીક્ષા સોમવારથી લેવામાં આવશે. આજથી શ થયેલી આ પરીક્ષા ૨૭ ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ થઈ જશે. બોર્ડ દ્રારા તમામ સ્થળ સંચાલકોને પણ પત્ર લખી પરીક્ષાના દિવસ પરીક્ષાના ગુણ અપલોડ કરવા માટે આદેશ કરાયો છે.
બોર્ડ દ્રારા નક્કી કરવામાં આવેલા કાર્યક્રમ અનુસાર જ ધોરણ–૧૨ સાયન્સની પ્રાયોગિક પરીક્ષા શ કરવા માટે સ્કૂલોને સૂચના આપવામાં આવી હતી. આજથી શ થયેલી પ્રાયોગિક પરીક્ષા ૯ દિવસમાં પૂર્ણ થશે અને સ્કૂલોમાં તબક્કાવાર વિધાર્થીઓને બોલાવી પરીક્ષા લેવામાં આવશે. શિક્ષણ બોર્ડ દ્રારા સાયન્સની પ્રાયોગિક પરીક્ષાની હોલ ટિકિટ પણ તાજેતરમાં જ વેબસાઈટ પર અપલોડ કરી દીધી હતી. જેથી સ્કૂલોએ સમયસર હોલ ટિકિટ ડાઉનલોડ કરી વિધાર્થીઓને સહિ–સિક્કા કરીને આપી છે અને પ્રાયોગિક પરીક્ષા વખતે સ્કૂલોમાં ગેરરીતિ ન થાય તે માટે પણ બોર્ડ દ્રારા જિલ્લા કક્ષાએ ખાસ વોચ રાખવા માટે ટીમોને સૂચના આપી હોવાનું પણ જાણવા મળે છે. પરીક્ષાના દિવસથી જ એટલે કે આજથી પરીક્ષાના ગુણ બોર્ડને ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. આમ, જે દિવસે પરીક્ષા પૂર્ણ થશે તે જ દિવસે બોર્ડને વિધાર્થીઓના ગુણ પણ મળી જશે. જેથી ૨૭મીએ પરીક્ષા પૂર્ણ થશે તે જ દિવસે બોર્ડને પણ પ્રાયોગિક પરીક્ષાના તમામ વિધાર્થીઓના ગુણ મળી રહેશે. જેથી પ્રાયોગિક પરીક્ષા પૂર્ણ થયા બાદ બોર્ડ દ્રારા ૧૧ માર્ચથી શ થનારી ધોરણ–૧૦ અને ૧૨ની પરીક્ષા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application