વેકેશન પૂર્ણ થતાં શૈક્ષણિક સત્રનો પ્રારંભ

  • November 30, 2023 12:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરમાં આજથી દિવાળી વેકેશનની રજાઓ પૂર્ણ થઈ છે, અને શૈક્ષણિક કાર્ય ફરીથી શરૂ થઈ જતાં શાળામાં બાળકોની કીકીયારી સંભળાવવા માંડી છે.  દિવાળીના તહેવારોને અનુલક્ષીને શહેર જિલ્લાની પ્રત્યેક શાળાઓમાં ૧૫ દિવસનું વેકેશન જાહેર કરાયેલું હતું, જે વેકેશન આજે પૂર્ણ થયું છે, અને શહેર જિલ્લાની તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય નો પુન: પ્રારંભ થઈ ગયો છે. સાથોસાથ બાલમંદિર- આંગણવાડીમાં પણ શૈક્ષણિક કાર્ય શરૂ થઈ જતાં નાના ભૂલકાઓની કીકીયારી સંભળાઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application