ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં આવેલા પાંચવાડી ખાતે રહેતા દિલીપભાઈ દેવજીભાઈ ચોપડા નામના સતવારા યુવાનનો 17 વર્ષનો ભત્રીજો ધવલ ચોપડા ગઈકાલે બુધવારે સવારના સમયે અહીંના ધરમપુર-લાલપુર રોડ પરથી તેના જી.જે. 37 એલ 9069 નંબરના હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યો હતો. ત્યારે સામેથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા જી.જે. 10 એ.એ. 8278 નંબરના હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલના ચાલકે ધવલના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. આ જીવલેણ ટક્કરમાં ધવલને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે દિલીપભાઈ ચોપડાની ફરિયાદ પરથી આરોપી બાઈક ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. આઈ.આઈ. નોયડા દ્વારા હાથ ધરવામાં આવી છે. આશાસ્પદ તરુણના અપમૃત્યુના બનાવે મૃતકના પરિવારજનોમાં ભારે શોક સાથે અરેરાટી પ્રસરાવી છે.
પાનેલીના યુવાન ઉપર બે શખ્સો દ્વારા ઘાતક હુમલો
કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામે રહેતા કિરીટભાઈ ઉર્ફે કરસનભાઈ રામશીભાઈ કરમુર નામના 31 વર્ષના આહિર યુવાનને એક યુવતી સાથે છેલ્લા પાંચેક વર્ષથી મિત્રતા હતી અને તેણીના છૂટાછેડા થઈ ગયા હતા. આ યુવતીને તેના માતા-પિતા સાથે રહેવું ન હોવાથી ગત તારીખ 25 ઓક્ટોબર 2024 ના રોજ તેણી ફરિયાદી કિરીટભાઈ ઉર્ફે કરસનભાઈ કરમુરના ઘરે રહેવા માટે આવી ગઈ હતી.
આ બાબતનું મનદુઃખ રાખીને ટંકારીયા ગામના રાજુ સાજણભાઈ લગારીયા (ઉ.વ. 36) અને વીરા સાજણભાઈ લગારીયા (ઉ.વ. 24) નામના બે શખ્સોએ ફરિયાદી કિરીટભાઈને પાનેલી ગામના પાટીયા પાસે અટકાવી અને તેમના પર ધોકા અને લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. આટલું જ નહીં, આરોપી બંધુઓ દ્વારા બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. આ બનાવ અંગે કલ્યાણપુર પોલીસે ધોરણસર ગુનો નોંધી, આરોપીઓની અટકાયત કરી લીધી હતી.
ગુંદા ગામના કિંમતી પ્રવેશદ્વારને તોડી પાડવા સબબ ટ્રક (ટ્રેલર) ચાલક સામે ફરિયાદ
ભાણવડ તાલુકાના ગુંદા ગામના મૂળ રહીશ અને હાલ જામનગરના રણજીતસાગર રોડ ઉપર અરવિંદભાઈ ગોવિંદભાઈ ધાણક દ્વારા તેમના પિતાશ્રી ગોવિંદભાઈ કાનાભાઈ ધાણકના નામના આકર્ષક અને રાજસ્થાની નકશી વારા કુલ ત્રણ પ્રવેશ દ્વાર (ગેટ) પોતાના વતન ગુંદા ગામ ખાતે બનાવવામાં આવ્યા હતા. જેમાં એક પ્રવેશ દ્વારની કિંમત રૂપિયા 7 લાખ થવા પામી હતી. ત્યારે થોડા દિવસો પૂર્વે વિન સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીની પવનચક્કીના મોટા પાંખિયા તથા સામાન લઈને આવેલા જી.જે. 01 સી.વી. 1801 નંબરના ટ્રક (ટ્રેલર) ના ચાલકે પોતાનો ટ્રક બેદરકારીથી ચલાવીને મોટા ગુંદા ગામના પાટીયા પાસે આવેલા પ્રવેશ દ્વારા (ગેટ) સાથે ભટકાડી અને આ ગેટ સંપૂર્ણપણે તોડી નાખ્યો હતો. આમ, વ્યાપક નુકસાની કરીને આરોપી ટ્રક ચાલક પોતાનું વાહન લઈને ચાલ્યો ગયો હતો. આ બનાવ અંગે ભાણવડ પોલીસે અરવિંદભાઈ ધાણકની ફરિયાદ પરથી ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધી, જરૂરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમણિપુરમાં JDU એ ભાજપને ઝટકો આપ્યો, સરકારમાંથી ટેકો પાછો ખેંચ્યો; શું નીતિશ કુમાર ફરી પાછા ફરશે?
January 22, 2025 05:34 PM'પુષ્પા 2'ના દિગ્દર્શકના ઘરે આવકવેરા વિભાગનો દરોડો, સુકુમાર એરપોર્ટ પર ઝડપાયા
January 22, 2025 05:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech