ઉપલેટા મોજ નદીના પુલ પર ભારે વાહનોને બંધ કરવા કલેકટરનું જાહેરનામું

  • March 21, 2024 01:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉપલેટાની મોજ નદીના પુલ પર ભારે વાહનોને બંધ કરવા કલેકટરઓ જાહેરનામું બહાર પાડયું છે. પ્રાંત અધિકારી અને સબ ડિવિઝન મેજીસ્ટ્રેટ ધોરાજીની દરખાસ્તથી ઉપલેટા નગરપાલિકા વિસ્તારમાં આવેલ નાગનાથ ચોકથી ધોરાજી હાઈવે તરફ જતા રસ્તામાં મોજ નદી ઉપર રાજાશાહી વખતના આશરે ૧૦૦ વર્ષ જુના પુલ/બ્રિજનો સ્ટેબિલીટી અને નિરીક્ષણ રીપોર્ટ સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી, સુરત દ્વારા આપવામાં આવેલ. તેઓના તા.૨૫-૧-૨૪ના રીપોર્ટ મુજબ આ બ્રીજ ઉપર ભારે માલસામાન ભરેલી ટ્રકો, ટ્રેઈલર્સ, ટેન્કરો જેવા ભારે વાહનોના ટ્રાફિકને તાત્કાલીક નજીકના અન્ય રસ્તા પર ડાઈવર્ટ કરવા તેમજ બ્રિજના સમારકામ/ સ્ટ્રેન્થનીંગ કર્યા બાદ પણ માત્ર કાર, એમ્બ્યુલન્સ, મીની બસો વગેરે જેવા ઓછા વજનના વાહનો માટે જ ખુલ્લો રાખી શકાય તેમ જણાવ્યું હતું.
જે અન્વયે મોજ નદી ઉપરના મેશનરી આર્ચ બ્રિજ ઉપરથી હેવી વ્હીકલની અવર-જવર બંધ કરી વૈકલ્પિક વ્યવસ્થા કરવાની રહેતી હોય. બ્રિજ ઉ૫રના ટ્રાફિકને ડાયવર્ટ કરવા ડાયવર્ઝન જાહેર કરેલ છે. ઉપલેટા શહેરમાં નાગનાથ ચોકથી પૂર્વ દિશા તરફ ધોરોજી શહેર તરફ જતા રસ્તા ઉપર મોજ નદી ઉપર આવેલ બ્રિજ/રસ્તો બંધ કરેલ છે. ભારે વ્હીકલ ઉપલેટા શહેર પાસેથી પસાર થતા નેશનલ હાઈવેનો બાયપાસ રોડ પરથી જવું પડશે. ઉપલેટા શહેરમાં નાગનાથ ચોકથી પૂર્વ દિશા તરફ ધોરાજી શહેર તરફ જતા રસ્તા ઉપર મોજ નદી ઉપર આવેલ બ્રિજ ભારે વાહનોમાં આવન-જાવન પરના પ્રતિબંધના કારણે ઉપર જણાવ્યા મુજબના વૈકલ્પિક રસ્તા પરથી બ્રીજનું સમારકામ/સ્ટ્રેન્થનીંગ કામ પૂર્ણ થયા બાદ લાઈટ મોટર વ્હીકલ પ્રકારના વાહનો આવન-જાવન કરી શકશે. દિશાસુચર સાઈન બોર્ડ ઓફિસરઓ લગાવવાના રહેશે. કલેકટર પ્રભવ જોષીએ આ જાહેરનામું બહાર પાડયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application