દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં કલેકટર તરીકે આર.એમ. તન્નાની વરણી: પૂર્વ કલેકટર ભાવીન પંડયાને જમીન સુધારણાના કમિશનર બનાવાયા જયારે દ્વારકાનાં પૂર્વ કલેકટર જી.ટી. પંડયાને શિક્ષણ વિભાગમાં એડી. સેક્રેટરી તરીકે નિમણુંક અપાઇ
ગુજરાતનાં સામાન્ય વહીવટી વિભાગ દ્વારા આઇ.એ.એસ. તથા ગૃહ વિભાગ તરફથી આઇ.પી.એસ.ની બદલીઓ થતી હોય છે, આ એક ટીન પ્રક્રિયા છે પરંતુ ઘણી વખત જે તે જિલ્લાને એવા અધિકારી મળતા હોય છે જે કદાચ જિલ્લાને સારી રીતે ભૌગોલિક રીતે પણ જાણતા નથી હોતા, જોગાનુજોગ કયારેક એવી બદલીઓ થતી હોય છે જે અધિકારી જિલ્લાને ખુબ સારી રીતે જાણતા હોય છે. આજ પરિપ્રેક્ષ્યમાં જોઇએ તો જામનગર જિલ્લાનાં કલેકટર તરીકે નિમણુંક પામેલા કેતન ઠક્કર એવા અધિકારી છે કે જેઓ જિલ્લાને સારી રીતે ઓળખે છે અને અગાઉ જુદા જુદા પદ પર અહીં સેવા આપી ચુકયા છે. જિલ્લાનો બહોળો અનુભવ ધરાવતા અધિકારીનાં આવવાથી જામનગરને લાભ મળશે.
રાજય સરકારે શનિવારે આઇએસ અધિકારોની બદલીનો ગંજીપો ચીપ્યો છે તેમાં દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાનાં કલેકટરની પણ બદલી કરવામાં આવી છે. અગાઉ જામનગર જિલ્લામાં ફરજ બજાવી ચુકેલા કેતન ઠક્કરને જામનગર અને આર.એમ. તન્નાને દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં કલેકટર બનાવાયા છે. જયારે ભાવીન પંડયાને રેવન્યુ વિભાગમાં જમીન સુધારણાનાં કમિશનર તરીકે અને જી.ટી. પંડયાને શિક્ષણ વિભાગમાં એડી. સેક્રેટરી તરીકે નિમણુંક આપવામાં આવી છે.
જામનગર જિલ્લામાં અગાઉ આર.ટી.ઓ. અધિક કલેકટર, નાયબ કમિશનર, તરીકે ફરજ બજાવી ચુકેલા કેતન ઠક્કર હાલમાં પોરબંદરનાં ડી.ડી.ઓ. તરીકે ફરજ બજાવતા હતા. તેઓને જામનગરનાં કલેકટર બનાવાયા છે. કેતન ઠક્કર અગાઉ રાજકોટમાં અધિક કલેકટર, તરીકે પણ ફરજ બજાવી ચુકયા છે. સોમ્ય સ્વભાવનાં અને નિષ્ઠાવાન અધિકારી તરીકે તેમણે છાપ ઉભી કરી છે. ત્યારે જામનગરની ભૂગોળથી તેઓ પરિચિત છે. જયારે આર.એમ. તન્નાને દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં કલેકટર તરીકે નિમણુંક આપવામાં આવી છે તેઓ અગાઉ સુરેન્દ્રનગરનાં ડી.ડી.ઓ તરીકે ફરજ બજાવતા હતા. આમ અગિયાર અધિકારીઓને સરકારે કલેકટર બનાવ્યા છે.
રાજય સરકારે કુલ 68 આઇ.પી.એસ. અધિકારીની બદલી અને બઢતી કરી છે. અગાઉ જામનગરમાં અધિક કલેકટર તરીકે ફરજ બજાવી ચુકેલા મિતેશભાઇને કચ્છમાં મ્યુ. કમિશનર બનાવાયા છે જયારે અગાઉ મ્યુ. કમિશનર તરીકે ફરજ બજાવી ચુકેલા વીજય ખરાડીને ગુજરાત એગ્રોમાં એમ.ડી. ચીફ ટાઉનપ્લાનર ડી. જે. જાડેજાને ચીફ ટાઉન પ્લાનર અર્બન તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. પી. સ્વરુપને ઇન્ડસ્ટ્રીઝ કમીશનર તરીકે નિમણુંક આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધુંવાવ નજીક આવેલા ક્રિષ્ના ગૌશાળામા મોડી રાત્રે આગ લાગી હતી.
February 03, 2025 01:43 PMભાણવડ નગરપાલિકાની ચૂંટણીને લઈ ભાજપ,કૉંગ્રેસ,આપ દ્વારા પૂરજોશથી તૈયારીઓ
February 03, 2025 01:41 PMકયા દેશમાં સરકાર પોતાની મરજીથી મરવાની પરવાનગી આપે છે? ભારતના આ રાજ્યમાં પણ છૂટ
February 03, 2025 12:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech